વીકલી એક્સપાયરીનાં દિવસે શેરબજારમાં જોરદાર એક્શન જોવા મળી શકે છે. નબળા વૈશ્વિક સંકેતોને કારણે બજારના મુખ્ય ઈન્ડેક્સ લાલ નિશાનમાં ખુલી શકે છે. GIFT નિફ્ટી 100 પોઈન્ટના ઘટાડા સાથે 19600ની નીચે સરકી ગયો છે. એશિયન બજારોમાં પણ તીવ્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગઈ કાલે અમેરિકન શેરબજાર પણ લાલ નિશાનમાં બંધ થયું હતું. અમેરિકન બોન્ડ યીલ્ડ પણ 16 વર્ષની ટોચે પહોંચી છે. અગાઉ BSE સેન્સેક્સ 551 પોઈન્ટ ઘટીને 65,877 પર બંધ થયો હતો.
