ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં મિશ્ર કારોબાર જોવા મળી શકે છે. વૈશ્વિક સંકેતો તટસ્થ છે. GIFT નિફ્ટી મામૂલી ઘટાડા સાથે 18900 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. એશિયન અને અમેરિકન ફ્યુચર્સ માર્કેટમાં મજબૂત તેજી છે. આ પહેલા ભારતીય શેરબજારમાં ગુરુવારે સતત છઠ્ઠા દિવસે ઘટાડો નોંધાયો હતો. BSE સેન્સેક્સ 901 પોઈન્ટ ઘટીને 63,148 પર બંધ રહ્યો હતો.
