શેરબજાર આજે સુસ્તી સાથે ખુલ્યું. બજારના મુખ્ય ઈન્ડેક્સ મામૂલી વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. BSE સેન્સેક્સ 65,200 અને નિફ્ટી 19400 ની નજીક છે. નબળા વૈશ્વિક સંકેતોને કારણે બજાર પર દબાણ છે. Jio Financeના શેરમાં સતત ત્રીજા દિવસે લોઅર સર્કિટ લાગી છે. જ્યારે મિડકેપ ઇન્ડેક્સ પ્રથમ વખત 38600ને પાર કરી ગયો હતો. અગાઉ ભારતીય બજારમાં સુસ્તી જોવા મળી હતી. BSE સેન્સેક્સ લગભગ 4 પોઈન્ટ વધીને 65,220.03 પર બંધ રહ્યો હતો.
