નબળા વૈશ્વિક સંકેતોને કારણે શેરબજારની શરૂઆત નકારાત્મક રહી હતી. બજારના મુખ્ય ઈન્ડેક્સ સતત છઠ્ઠા દિવસે લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. BSE સેન્સેક્સ 400 પોઈન્ટ ઘટીને 63,650ની નીચે સરકી ગયો છે. એ જ રીતે નિફ્ટી પણ 120 પોઈન્ટ ઘટીને 19,000ની સપાટીએ પહોંચી ગયો છે. મેટલ અને સરકારી બેન્કિંગ સેક્ટરના શેર ઘટાડામાં સૌથી આગળ છે. આ પહેલા બુધવારે ભારતીય બજારોમાં સતત ચોથા દિવસે વેચવાલી નોંધાઈ હતી. BSE સેન્સેક્સ 522 પોઈન્ટ ઘટીને 64,049 પર બંધ રહ્યો હતો.
