કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર સકારાત્મક ખુલ્યું હતું. જો કે, થોડી જ મિનિટોમાં બજારના ઈન્ડેક્સ લાલ નિશાનમાં આવી ગયા. BSE સેન્સેક્સ લગભગ 100 પોઈન્ટ ઘટીને 65,900 ના સ્તર પર આવી ગયો છે. નિફ્ટી પણ થોડો ગબડ્યો અને 19,650ની નીચે સરકી ગયો.
બેંકિંગ-આઈટી સેક્ટરમાં વેચાણ
બજારની મંદીના કારણે આઈટી અને બેન્કિંગ સેક્ટરમાં વેચવાલી નોંધાઈ રહી છે. એક્સિસ બેન્કનો શેર નિફ્ટીમાં 1.25 ટકાના ઘટાડા સાથે ટોપ લોઝર છે. જ્યારે ફંડ એકત્ર કરવાના સમાચારને કારણે બજાજ ફાઇનાન્સના શેરમાં લગભગ 3 ટકાનો વધારો થયો છે.
GST નોટિસના કારણે ડેલ્ટા કોર્પના શેર 10 ટકાના નીચલા સર્કિટ પર સરકી ગયા હતા. આ પહેલા શુક્રવારે સતત ચોથા દિવસે ઘટાડો નોંધાયો હતો. BSE સેન્સેક્સ 221 પોઈન્ટ ઘટીને 66,009 પર બંધ રહ્યો હતો.