શેર બજાર LIVE:
મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે શેરબજારની શરૂઆત સકારાત્મક નોંધ પર થઈ છે. બજારનો મુખ્ય સૂચકાંક લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે. BSE સેન્સેક્સ 250 પોઈન્ટના વધારા સાથે 65,350ને પાર કરી ગયો છે. નિફ્ટી પણ 80 પોઈન્ટ વધીને 19,400ની નજીક ટ્રેડ થઈ રહ્યો છે.
મેટલ અને રિયલ્ટી શેરોમાં ચમક
માર્કેટની મજબૂતીને મેટલ અને રિયલ્ટી સેક્ટરનો સપોર્ટ મળી રહ્યો છે. નિફ્ટી જિયો ફાઈનાન્શિયલનો શેર 4 ટકાની મજબૂતાઈ સાથે ટોપ ગેનર છે. જ્યારે બીપીસીએલનો શેર ટોપ લૂઝર છે. અગાઉ, મંગળવારે સતત બીજા દિવસે ભારતીય બજારોમાં મજબૂતાઈ નોંધાઈ હતી. BSE સેન્સેક્સ 79 પોઈન્ટ વધીને 65,075 પર બંધ થયો હતો.