શુક્રવારે (1 સપ્ટેમ્બર) શેરબજારમાં તોફાની ઉછાળો જોવા મળ્યો હતો. ઓલરાઉન્ડ ખરીદીને કારણે મુખ્ય સૂચકાંકોમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો. BSE સેન્સેક્સ 555 પોઈન્ટના ઉછાળા સાથે 65,387 પર બંધ રહ્યો હતો. એ જ રીતે નિફ્ટી પણ 181 પોઈન્ટના ઉછાળા સાથે 19,435 પર બંધ રહ્યો હતો.
માર્કેટની તેજીમાં મેટલ શેરોમાં સૌથી વધુ વધારો થયો હતો. આ સિવાય ઓગસ્ટના વેચાણના આંકડાઓના આધારે ઓટો શેરોમાં પણ તેજી જોવા મળી હતી. તેમજ સરકારી ક્ષેત્રના શેરોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. ગઈકાલે BSE સેન્સેક્સ 255 પોઈન્ટ વધીને 64,831 પર બંધ થયો હતો.
રોકાણકારો માટે મોટો નફો
શેરબજારમાં ચોતરફ ખરીદીના કારણે રોકાણકારોએ જંગી નફો કર્યો છે. સપ્ટેમ્બર એક્સપાયરીના પહેલા દિવસે રોકાણકારોએ લગભગ 3 લાખ કરોડ રૂપિયાનો બમ્પર નફો કર્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ શુક્રવારે 312.34 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે 31 ઓગસ્ટના રોજ 309.59 લાખ કરોડ રૂપિયા હતી.
શેરબજારમાં તેજીનો દોર
વૈશ્વિક બજારમાં રિકવરી
ડોલર સામે રૂપિયો મજબૂત
હેવીવેઇટ શેરોમાં ઝડપી ખરીદી