સારા વૈશ્વિક સંકેતોને કારણે, માસિક એક્સપાયરીનાં દિવસે શેરબજાર સકારાત્મક ખુલ્યું હતું. બજારના મુખ્ય ઈન્ડેક્સ લીલા નિશાનમાં ખુલ્યા છે. BSE સેન્સેક્સ 60 પોઈન્ટ ઉછળીને 66,900ની ઉપર ટ્રેડ કરી રહ્યો હતો, જે ઈન્ટ્રાડે 67000ની સપાટીને પણ સ્પર્શી ગયો હતો. એ જ રીતે નિફ્ટી પણ 20,100ના સ્તરની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. બેન્કિંગ, ઓટો અને ફાર્મા સેક્ટરમાં બજારમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે IT અને મેટલ સેક્ટરમાં વેચવાલી જોવા મળી રહી છે.આ પહેલા બુધવારે BSE સેન્સેક્સ 727 પોઈન્ટના ઉછાળા સાથે 66,901 પર બંધ થયો હતો.
