- લોકસભાની ચૂંટણી વખતે ગુજરાત સરકાર ખેલ પાડી દેવાની હતી
અમદાવાદ, 14 ઓગસ્ટ 2024
Adani: અદાણી સામે સંયુક્ત સંસદીય તપાસ સમિતિની માંગણી કરી છે. જો તેમ થાય તો ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની ભાજપ સરકારે અદાણીના ગુજરાતના 3 મહા બંદરો સોંપી દેવાની તપાસ પણ થઈ શકે છે.
Adani ગુજરાતમાં 4 બંદરોના માલિક છે. આ બંદર બે કચ્છમાં અને 2 દક્ષિણ ગુજરાતમાં છે. કેન્દ્ર સરકારના આદેશ વગર ગુજરાત સરકાર કોઈ નિર્ણય લેતી નથી. તેથી બની શકે કે આ નિર્ણય પાછળ મોદીએ ખાનગી સૂચના આપી હોય.
ગુજરાતના બંદરો પર અદાણીની સત્તા સદીઓ સુધી રહે એ રીતે લોકસભાની ચૂંટણીમાં ચાલ ચાલવામા આવી હતી. ગુજરાતના બંદરો પર અદાણીનો એકાધિકાર એટલે કે મોનોપોલી બનાવવા માટે ભાજપની સરકારે મદદ કરી હોવાનો આરોપ છે.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે
ગુજરાત સરકાર ખાનગી બંદરોને બિલ્ડ-ઓન-ઓપરેટ-ટ્રાન્સફર (BOOT) ધોરણે 30 વર્ષનો કન્સેશન પીરિયડ આપેલો હતો. 30 વર્ષ પછી તેના બંદરો ગુજરાત સરકારને આપી દેવાના હતા. પણ તેમ કરવાને બદલે તેમાં બીજા 45 વર્ષ વધારીને 75 વર્ષ કરી આપવા માટે ભાજપે કૌભાંડ કર્યું છે.
ગુજરાતમાં મુન્દ્રા, હજીરા અને દહેજ બંદર પર અદાણી પોર્ટ્સનું નિયંત્રણ છે.
લોકસભા ચૂંટણી 2024 પહેલા અદાણી પોર્ટ્સે ગુજરાત મેરીટાઇમ બોર્ડને કન્સેશન પિરિયડ 45 વર્ષથી વધારીને 75 વર્ષ કરવાની માંગણી કરી હતી.
ગુજરાત મેરી ટાઈમ બોર્ડ એટલી ઉતાવળમાં હતું કે, બોર્ડની મંજૂરી વિના મુદત લંબાવીને બંદરો આપી દેવા માંગતા હતા. જેનો વિરોધ બોર્ડમાં થયો હતો, તેથી તેની મંજૂરી પરત આવી હતી.
ગુજરાત સરકાર 45 વર્ષ વધારાના આપવા માટે જેહેર ટેન્ડર કરી શકી હોત. તો સરકારને સારી આવક થઈ શકે તેમ હતી. પણ તેમ કરવાને બદલે અદાણીને બંદરો બીજા 45 વર્ષ માટે આપી દેવા ઉતાવળ કરી હતી.
ધોળા દિવસે ગુજરાત લૂંટના બે પરિણામ છે. પ્રથમ, અદાણી પોર્ટ્સ ગુજરાતમાં પોર્ટ સેક્ટર પર એકાધિકાર પ્રાપ્ત કરી લેશે. જે બજારમાં સ્પર્ધાને નુકસાન પહોંચાડશે. સામાન્ય માણસ માટે કિંમતોમાં વધારો કરશે. અદાણી પોર્ટ્સનું વેલ્યુએશન વધશે. બોરોઈંગનો ખર્ચ ઘટશે. ગુજરાત સરકારને કરોડો રૂપિયાની આવકનું નુકસાન થશે.
કોંગ્રેસે કહ્યું કે, જો મોદી હોય તો અદાણી માટે બધું જ શક્ય છે, તેથી સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ જરૂરી છે.