72
/ 100
SEO સ્કોર
Air India Summer Schedule 2025: હવાઈ મુસાફરો માટે મોટું અપડેટ, જાણો સંપૂર્ણ વિગત
Air India Summer Schedule 2025: એર ઈન્ડિયા યુનાઈટેડ કિંગડમ માટે પોતાની સેવાઓનો વિસ્તરણ કરી રહી છે. દિલ્હીથી હીથ્રો માટે ત્રણ વધારાની સાપ્તાહિક ફ્લાઈટ્સ શરૂ થશે, જેના કારણે કુલ સંખ્યા 21 થી વધી ને 24 થઈ જશે. આ રૂટ્સ પર એરબસ A350-900 અને બોઇંગ 787-9 વિમાનો તહેનાત કરવામાં આવશે.
આ રૂટ્સ પર પણ મળશે લાભ
- અમૃતસર-બર્મિંગહામ અને અમૃતસર-લંડન રૂટ્સ પર ફ્લાઈટ્સની સંખ્યા વધશે.
- અમદાવાદ-ગેટવિક રૂટ પર સાપ્તાહિક ફ્લાઈટ્સ 3 થી વધીને 5 થશે.
- દિલ્હી-ઝ્યુરીખ રૂટ પર 4 થી 5 સાપ્તાહિક ફ્લાઈટ્સ શરૂ થશે.
- દિલ્હી-વિયેના રૂટ પર 3 થી 4 સાપ્તાહિક ફ્લાઈટ્સ શરૂ થશે.
- દિલ્હી-સીઓલ (ઇંચિઓન) રૂટ પર ફ્લાઈટ્સની સંખ્યા 4 થી વધીને 5 કરવામાં આવી છે.
મોટા વિમાનોની જમાવટ
- દિલ્હી-હોંગકૉંગ રૂટ પર હવે એરબસ A321ની જગ્યાએ મોટા બોઇંગ 787 ડ્રીમલાઈનર વિમાનનો ઉપયોગ કરવામાં આવશે, જે સપ્તાહના દરેક દિવસે ઉડાન ભરે છે.
- દિલ્હી-નૈરોબી વચ્ચે સાપ્તાહિક ફ્લાઈટ્સની સંખ્યા 3 થી વધારીને 4 કરવામાં આવશે.
વિમાનો અપગ્રેડ થશે
- એર ઈન્ડિયા 2025ના મધ્ય સુધીમાં નેરોબોડી વિમાનોનું આધુનિકીકરણ પૂર્ણ કરશે.
- બોઇંગ 787 વિમાનો એપ્રિલમાં અપગ્રેડ થશે, જેમાં નવી સીટો અને આધુનિક એન્ટરટેઈનમેન્ટ સિસ્ટમ લાગશે.
- ઓક્ટોબર 2025થી આ વિમાનો ફરીથી સેવા માટે ઉપલબ્ધ થશે.
કેટલીક ફ્લાઈટ્સ સ્થગિતરહેશે
- રેટ્રોફિટ પ્રોગ્રામ અને ફલાઇટ ઉપલબ્ધતાની તંગી કારણોસર, એર ઈન્ડિયા 30 માર્ચથી 13 સપ્ટેમ્બર 2025 સુધી મુંબઇ-મેલબોર્ન નોન-સ્ટોપ સેવા બંધ કરશે.
- કોચી-લંડન ગેટવિક રૂટની ફ્લાઈટ્સ પણ 30 માર્ચ 2025થી આગામી જાણકારી સુધી નિલંબિત રહેશે.
મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના પ્રવાસની યોજના બનાવતા પહેલા એર ઈન્ડિયાના નવા સમર શેડ્યૂલ પર ધ્યાન આપે.