Bank NPA
RBI Financial Stability Report: વૈશ્વિક અર્થતંત્ર લાંબા ગાળાના ભૌગોલિક રાજકીય તણાવ અને ફુગાવામાં ઘટાડાની ધીમી ગતિ જેવા જોખમોનો સામનો કરી રહ્યું છે.
Bank’s NPA: બેંકોની ગ્રોસ એનપીએ (GNPA) ઘણા વર્ષોમાં 2.8 ટકાના સૌથી નીચા સ્તરે આવી ગઈ છે. જ્યારે નેટ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NNPA) રેશિયો માર્ચ 2024માં ઘટીને 0.6 ટકા પર આવી ગયો છે. બેડ લોનના ભાગ માટે જોગવાઈ કર્યા પછી જે લોન બાકી રહે છે તેને નેટ એનપીએ એટલે કે શુદ્ધ બેડ લોન કહેવામાં આવે છે.
ભારતીય રિઝર્વ બેંકે 27 જૂન, 2024 ના રોજ નાણાકીય સ્થિરતા અહેવાલની 29મી આવૃત્તિ બહાર પાડી છે, જેમાં ભારતીય અર્થતંત્રની ગતિશીલતા અને નાણાકીય સ્થિરતા માટેના જોખમોની સમીક્ષા કરવામાં આવી છે. આ રિપોર્ટમાં બેંકોની બેડ લોનમાં ઘટાડો સામે આવ્યો છે.
આરબીઆઈના આ રિપોર્ટ અનુસાર માર્ચ 2025 સુધીમાં તમામ બેંકોની ગ્રોસ એનપીએ વધીને 2.5 ટકા થવાની ધારણા છે. પરંતુ જો આર્થિક મોરચે કોઈ પ્રકારનો આંચકો લાગે તો બેંક બેડ લોનનો રેશિયો એટલે કે ગ્રોસ એનપીએ વધીને 3.4 ટકા થઈ શકે છે. રિપોર્ટ અનુસાર, ગંભીર તણાવની સ્થિતિમાં જાહેર ક્ષેત્રની બેંકોની બેડ લોનનો હિસ્સો માર્ચ 2024માં 3.7 ટકાથી વધીને માર્ચ 2025માં 4.1 ટકા થઈ શકે છે. ખાનગી બેન્કોની ગ્રોસ એનપીએ 1.8 ટકાથી વધીને 2.8 ટકા અને વિદેશી બેન્કોની ગ્રોસ એનપીએ 1.2 ટકાથી વધીને 1.3 ટકા થઈ શકે છે.
નાણાકીય સ્થિરતા અહેવાલ મુજબ, વૈશ્વિક અર્થતંત્ર લાંબા ગાળાના ભૌગોલિક રાજકીય તણાવ, જાહેર દેવામાં તીવ્ર વધારો અને ફુગાવાની ધીમી ગતિના જોખમોનો સામનો કરી રહ્યું છે. જો કે, આ તમામ પડકારો છતાં, વૈશ્વિક નાણાકીય વ્યવસ્થા ગતિશીલ રહે છે અને નાણાકીય સ્થિતિ સ્થિર રહે છે.
રિપોર્ટ અનુસાર, મેક્રો ઇકોનોમિક અને ફાઇનાન્સિયલ સ્ટેબિલિટીના કારણે ભારતીય અર્થવ્યવસ્થા અને નાણાકીય વ્યવસ્થા ઝડપી અને ગતિશીલ રહે છે. બેલેન્સ શીટમાં સુધારો કરીને, બેંકો અને નાણાકીય સંસ્થાઓ વધુ લોન આપીને આર્થિક પ્રવૃત્તિને ટેકો આપવા માટે કામ કરી રહી છે.