Bharti Hexacom IPO
Bharti Hexacom IPO લિસ્ટિંગ 12 એપ્રિલે સવારે 10 વાગ્યે થઈ શકે છે. IPO 29.88 વખત સબસ્ક્રાઇબ થયો હતો.
Bharti Hexacom IPO: એરટેલની પેટાકંપની ભારતી હેક્સાકોમનો IPO શુક્રવારે (12 એપ્રિલ) ના રોજ લિસ્ટ થઈ શકે છે. BSE દ્વારા આપવામાં આવેલી માહિતીમાં એવું કહેવામાં આવ્યું હતું કે મેઈનબોર્ડ IPO ને NSE અને BSE પર ગ્રુપ B સિક્યોરિટીમાં લિસ્ટ કરવામાં આવશે. શેરનું લિસ્ટિંગ બંને એક્સચેન્જો પર સવારે 10:00 વાગ્યે થશે.
ભારતી હેક્સાકોમ IPO ના GMP
InvestorGain.com વેબસાઈટ અનુસાર, ભારતી હેક્સાકોમના આઈપીઓની જીએમપી શેર દીઠ રૂ. 125 પર ચાલી રહી છે. જો GMP મુજબ જોવામાં આવે તો, તેનું લિસ્ટિંગ રૂ. 695 પર હોઇ શકે છે, જે રૂ. 570ની ઇશ્યૂ કિંમતની સરખામણીમાં 22 ટકા પ્રીમિયમ છે. તમને જણાવી દઈએ કે, GMP માત્ર એક ઇન્ડેક્સ છે અને તે બજારની સ્થિતિના આધારે બદલાતું રહે છે.
IPO ને બમ્પર સબસ્ક્રિપ્શન મળ્યું
ભારતી હેક્સાકોમના IPOને 29.88 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. રિટેલ વ્યક્તિગત રોકાણકારો (RII) કેટેગરીએ 2.83 ગણું સબ્સ્ક્રિપ્શન મેળવ્યું હતું, જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકારોની શ્રેણીએ 10.52 ગણું સબ્સ્ક્રિપ્શન મેળવ્યું હતું. તે જ સમયે, લાયક સંસ્થાકીય રોકાણકારો (QIB) ના હિસ્સાને 48.57 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે.
ભારતી હેક્સાકોમ IPO
ભારતી હેક્સાકોમનો IPO સામાન્ય રોકાણકારો માટે 03 એપ્રિલથી 5 એપ્રિલ સુધી ખુલ્લો હતો. આ સમગ્ર IPO OFS હતો. આમાં કંપનીએ લગભગ 4,275 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. તેની પ્રાઇસ બેન્ડ રૂ. 542 થી રૂ. 570 સુધીની હતી. આ આઈપીઓની લોટ સાઈટ 26 શેરની હતી. ભારતી એરટેલ આ કંપનીની પ્રમોટર છે અને લગભગ 70 ટકા શેર ધરાવે છે. ભારતી હેક્સકોમની સ્થાપના 1995માં થઈ હતી. કંપની રાજસ્થાન અને નોર્થ-ઈસ્ટ ટેલિકોમ સર્કલમાં ફિક્સ લાઇન ટેલિફોન અને બ્રોડબેન્ડ સેવાઓ પૂરી પાડે છે. તેનું લિસ્ટિંગ NSE અને BSE પર થશે.