EPF Rate Hike
EPF Rate Update: સરકારે નાણાકીય વર્ષ 2023-24 માટે 8.25 ટકા EPF દરને સૂચિત કર્યા છે. હવે EPF સભ્યો વ્યાજની રકમ જમા થવાની રાહ જોઈ રહ્યા છે.
EPF Rate Hike: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2023-24 માટે 8.25 ટકા EPF દરને સૂચિત કર્યા છે. EPFOએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી છે. EPFOએ તેની પોસ્ટમાં લખ્યું છે કે કર્મચારી ભવિષ્ય નિધિ પર જાહેર કરાયેલ વ્યાજ તાજેતરના વર્ષોમાં સૌથી વધુ છે અને તે અન્ય તમામ નાની બચત યોજનાઓ, GPF અને PPFના વ્યાજ દરો કરતા વધારે છે.
એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન પર લખ્યું હતું EPFO મુજબ, સામાન્ય રીતે નાણાકીય વર્ષના અંત પછી, EPFનો વ્યાજ દર આગામી નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જાહેર કરવામાં આવે છે.
Attention EPF Members
The rate of interest for the Financial Year 2023-24 @ 8.25% for EPF members has been notified by the government in May of 2024. @LabourMinistry @mygovindia @MIB_India @PIB_India #EPFO #IntrestRate #EPFO #HumHainNaa #EPFOwithYou #ईपीएफओ
— EPFO (@socialepfo) July 11, 2024
EPFOએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2023-24 માટે EPF પર જાહેર કરાયેલ વ્યાજ તાજેતરના વર્ષોમાં સૌથી વધુ છે જેથી EPF સભ્યો વધુ લાભ મેળવી શકે. EPFO મુજબ, EPF પર જાહેર કરવામાં આવેલ વ્યાજ દર નાની બચત યોજનાઓ, GPF અને PPF પર ઉપલબ્ધ વ્યાજ દરો કરતા વધારે છે.
10 ફેબ્રુઆરી, 2023 ના રોજ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે નાણાકીય વર્ષ 2023-24 માટે 8.25 ટકા EPF દરની જાહેરાત કરી હતી.