ટ્રેડિંગ સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં નબળી શરૂઆતના સંકેત મળી રહ્યા છે. બજારના મુખ્ય ઈન્ડેક્સ સતત ત્રીજા દિવસે લાલ નિશાનમાં ખુલી શકે છે. GIFT નિફ્ટી લગભગ 100 પોઈન્ટના ઘટાડા સાથે 19500ની નીચે સરકી ગયો છે. એશિયન અને અમેરિકન ફ્યુચર્સ માર્કેટમાં પણ વેચવાલી નોંધાઈ રહી છે. આ પહેલા ગુરૂવારે સ્થાનિક બજારો બંધ રહ્યા હતા. BSE સેન્સેક્સ 247 પોઈન્ટ ઘટીને 65,629 પર બંધ રહ્યો હતો.
