Gold Price Today: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો 7 મે 2025ના તાજા ભાવ
Gold Price Today: સોનાના ભાવમાં ઘટાડાનું કારણ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલો તણાવ તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં ઉથલપાથલ છે. અમેરિકા અને ચીન વચ્ચે વેપાર વાટાઘાટોના સમાચારને કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો. મલ્ટી એક્સચેન્જ કોમોડિટી (MCX) પર સોનાનો ભાવ 7 મે, 2025 ના રોજ 841 રૂપિયા (0.86 ટકા) ઘટીને 96,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જ્યારે એક દિવસ પહેલા તે 97,491 રૂપિયા પર બંધ થયો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડો થયો છે, જ્યાં સ્પેડ સોનાનો ભાવ 1.2 ટકા ઘટીને $3,388.67 પ્રતિ ઔંસ થયો છે. યુએસ સોનાના વાયદાના ભાવ પણ 0.7 ટકા ઘટીને $3,397.70 પ્રતિ ઔંસ થયા.
દરમિયાન, ભારતીય દળોના ઓપરેશન સિંદૂર, પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પરના હુમલા અને વધતા ભૂ-રાજકીય તણાવથી પણ બજાર પ્રભાવિત થયું. બધાની નજર યુએસ ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિ બેઠક અને ફુગાવા અને વ્યાજ દરો પર તેના ચેરમેન જેરોમ પોવેલની ટિપ્પણીઓ પર પણ છે, જે આગામી દિવસોમાં સોનાના ભાવને અસર કરી શકે છે.