Gold Prices in Pakistan: ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનમાં સોનાના ભાવમાં થયો વધારો
Gold Prices in Pakistan: પાકિસ્તાનમાં સોનાના ભાવ: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાના જવાબમાં ભારતીય સેનાના ‘ઓપરેશન સિંદૂર’ બાદ પાકિસ્તાનમાં સોનાના ભાવમાં વધારો થયો છે. આ લશ્કરી કાર્યવાહીથી પાકિસ્તાનના શેરબજારથી લઈને સોનાના ભાવ સુધી દરેક વસ્તુ પર અસર પડી.
સોનાના ભાવ
પાકિસ્તાનમાં આજે બુધવારે 1 ગ્રામ સોનાનો ભાવ 30,585.97 રૂપિયા છે, જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 305,886.80 રૂપિયા છે. પ્રતિ તોલા સોનાનો ભાવ PKR 356,780.40 પર પહોંચી ગયો છે.
પાછલા દિવસના ભાવ
મંગળવારે, પાકિસ્તાનમાં પ્રતિ તોલા સોનાનો ભાવ 6,100 રૂપિયા વધીને 356,100 રૂપિયા થયો. ૧૦ ગ્રામ સોનાની કિંમત ૫,૨૩૨ રૂપિયા વધીને ૩૦૫,૩૦૦ રૂપિયામાં વેચાઈ રહી છે.
શેરબજાર પર અસર
‘ઓપરેશન સિંદૂર’ની અસર પાકિસ્તાનના શેરબજાર પર પણ જોવા મળી. શરૂઆતના વેપારમાં બેન્ચમાર્ક શેર ઇન્ડેક્સ 5.78 ટકાનો ભારે ઘટાડો થયો હતો, અને KSE-100 ઇન્ડેક્સ 6,272 પોઈન્ટ (5.5 ટકા) ઘટીને 107,296 પર ટ્રેડ થઈ રહ્યો હતો.