Gold-Silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, શેરબજારમાં તેજી
Gold-Silver: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અને અમેરિકા-ચીન વેપાર યુદ્ધના ઉકેલના સંકેતોને કારણે આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી. આ સકારાત્મક વાતાવરણમાં, સેન્સેક્સમાં લગભગ 3000 પોઈન્ટનો વધારો થયો. બીજી તરફ, સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો.
સોનાના ભાવમાં ૩૪૦૦ રૂપિયાના ઘટાડા બાદ હવે સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૯૬,૫૫૦ રૂપિયા પર આવી ગયું છે. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, સોમવારે ૯૯.૫ ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ ૩,૪૦૦ રૂપિયા ઘટીને ૯૬,૧૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થયો હતો. આ 10 મહિનામાં સૌથી મોટો ઘટાડો છે.
ચાંદીના ભાવ પણ ઘટીને 99,700 રૂપિયા પ્રતિ કિલો થયા, જે શનિવારના 99,900 રૂપિયાથી 200 રૂપિયા સસ્તા હતા. નિષ્ણાતો કહે છે કે અમેરિકા અને ચીન વચ્ચે વેપાર વાટાઘાટોમાં પ્રગતિ અને ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવમાં ઘટાડો થવાને કારણે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે.