Business:સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, સ્ક્રૂ, હુક્સ અને સિક્કા પર આયાત ડ્યૂટી 12.5% થી વધારીને 15% કરવામાં આવી છે. હાલમાં, ભારતમાં સોના અને ચાંદી પર કુલ આયાત જકાત 15 ટકા છે (10 ટકા મૂળભૂત કસ્ટમ ડ્યુટી + 5 ટકા એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (AIDC).
તમને જણાવી દઈએ કે ભારતમાં સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક કિંમતો કરતા વધારે છે જેનું મુખ્ય કારણ આયાત જકાત છે. જો કે, ચલણ મૂલ્ય અને માંગ-પુરવઠામાં ફેરફાર પણ અમુક અંશે નક્કી કરે છે કે સ્થાનિક કિંમતો આખરે ડિસ્કાઉન્ટ અથવા પ્રીમિયમ પર રહેશે.
GJEPC કિંમતી ધાતુઓ પરની આયાત ડ્યૂટી વર્તમાન 15 ટકાથી ઘટાડીને 4 ટકા કરવાની માંગ કરી રહી છે.
બજેટ 2024માં કટ અને પોલિશ્ડ હીરા પરની કસ્ટમ ડ્યૂટી વર્તમાન 5 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરવા માટે કહેવામાં આવ્યું છે.
(GJEPC) એ સરકારને બજેટ 2024માં સોના અને કટ અને પોલિશ્ડ હીરા પરની આયાત ડ્યૂટી ઘટાડવા વિનંતી કરી છે. કાઉન્સિલ આ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક રહેવામાં મદદ કરવા ઇચ્છે છે. ભારતનો જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ સોના, હીરા, ચાંદી અને રંગીન રત્નો સહિત કાચા માલની આયાત પર નિર્ભર છે.