Income Tax Bill 2025ને કેબિનેટની મંજૂરી, જાણો તમારા માટે શું બદલાશે?
Income Tax Bill 2025: કેબિનેટે ઇનકમ ટેક્સ બિલ 2025 ને મંજૂરી આપી છે, હવે તેને સંસદમાં રજૂ કરવામાં આવશે. સંસદમાં પાસ થયા પછી, આ નવો કાયદો આયકર અધિનિયમ 1961 ને બદલશે. સરકારનો ઉદ્દેશ્ય ટેક્સ સિસ્ટમને સરળ અને પારદર્શક બનાવવાનો છે, જેનાથી કરદાતાઓને લાભ મળશે.
નવા ઇનકમ ટેક્સ બિલની મહત્વપૂર્ણ બાબતો
1. શું નવો ટેક્સ લાગશે?
- કોઈ નવો ટેક્સ લાગશે નહીં અને બજેટમાં જાહેર થયેલા છૂટછાટ પર કોઈ અસર નહીં થાય.
- 1 એપ્રિલ 2025થી લાગુ થનાર આ બિલ પછી 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે.
2. બિલનો મુખ્ય ઉદ્દેશ્ય
- જુના ટેક્સ કાયદાની જટિલતાઓને સરળ ભાષામાં ફેરવવામાં આવી છે.
- કરદાતાઓ માટે ટેક્સ પદ્ધતિને સરળ અને સ્પષ્ટ બનાવવાની દિશામાં કામ કરવામાં આવ્યું છે.
- હાલનો કાયદો કરતા 50% નાનો અને વધુ વ્યાવહારિક હશે.
3. કાનૂની પ્રક્રિયા અને દંડમાં ફેરફાર
- કેટલીક ભૂલો માટે દંડની રકમ ઘટાડવાની શક્યતા છે.
- ટેક્સ સંબંધિત કાનૂની વિવાદો અને કેસોને ઓછા કરવાના પ્રયત્નો કરવામાં આવશે.
આગળનું પગલું શું હશે?
હવે આ બિલને સંસદમાં રજૂ કરાશે, જ્યાંથી મંજૂરી મળ્યા બાદ વિત્ત વર્ષ 2025-26 થી તે લાગુ કરવામાં આવશે. આ નવું ટેક્સ સિસ્ટમ ટેક્સ દાતાઓ માટે વધુ અનુકૂળ અને સરળ બનશે.