Industrial production
મેન્યુફેક્ચરિંગ અને પાવર સેક્ટરની સારી કામગીરીને કારણે માર્ચમાં દેશનું ઔદ્યોગિક ઉત્પાદન 4.9 ટકા વધ્યું હતું. શુક્રવારે જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓમાં આ માહિતી આપવામાં આવી છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO)ના ડેટા અનુસાર, માર્ચ 2024માં ભારત
મેન્યુફેક્ચરિંગ અને પાવર સેક્ટરની સારી કામગીરીને કારણે માર્ચમાં દેશનું ઔદ્યોગિક ઉત્પાદન 4.9 ટકા વધ્યું હતું. શુક્રવારે જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓમાં આ માહિતી આપવામાં આવી છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO)ના ડેટા અનુસાર, માર્ચ 2024માં ભારતના ઇન્ડેક્સ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન (IIP)માં 4.9 ટકાનો વધારો થયો છે. માર્ચ 2023માં ઔદ્યોગિક ઉત્પાદનમાં 1.9 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.
સત્તાવાર ડેટા દર્શાવે છે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું ઉત્પાદન માર્ચ 2024માં 5.2 ટકા વધ્યું હતું, જે એક વર્ષ અગાઉના સમાન મહિનામાં 1.5 ટકા હતું. આ વર્ષે માર્ચમાં ખાણકામના ઉત્પાદનમાં 1.2 ટકાનો વધારો થયો હતો જ્યારે વીજળી ઉત્પાદનમાં 8.6 ટકાનો વધારો નોંધાયો હતો. સમગ્ર નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન દેશનું ઔદ્યોગિક ઉત્પાદન 5.8 ટકાના દરે વધ્યું હતું, જ્યારે નાણાકીય વર્ષ 2022-23માં તેનો વિકાસ દર 5.2 ટકા હતો.