Infosys
GST Update: ડિરેક્ટોરેટ જનરલ ઑફ ઇન્ટેલિજન્સે IGST ની ચુકવણી ન કરવાને કારણે ઇન્ફોસિસને રૂ. 32,000 કરોડની કરચોરી માટે નોટિસ પાઠવી છે.
Infosys Update: દેશની બીજી સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસિસની મુશ્કેલીઓ વધી ગઈ છે. કંપનીને રૂ. 32,000 કરોડની GST ચોરી બદલ નોટિસ મળી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ઈન્ટેલિજન્સે કંપનીને નોટિસ જારી કરી છે.
ETના અહેવાલ મુજબ, આ નોટિસ 30 જુલાઈ, 2024 ના રોજ GST ડિમાન્ડ માટે ઈન્ફોસિસને જારી કરવામાં આવી છે. GST માંગની આ સૂચના જુલાઈ 2017 થી નાણાકીય વર્ષ 2021-22 ના સમયગાળા માટે છે. દસ્તાવેજ અનુસાર, ઇન્ફોસિસ, સેવાઓ પ્રાપ્તકર્તા તરીકે, સેવાઓની આયાત પર IGST ની ચુકવણી ન કરવા બદલ તપાસ હેઠળ છે. DGGI અનુસાર, કંપની કરાર હેઠળ ગ્રાહકોને સેવાઓ પ્રદાન કરવા માટે વિદેશી શાખાઓ ખોલે છે. આ શાખાઓ અને કંપનીઓને IGST કાયદા હેઠળ અલગ-અલગ વ્યક્તિઓ તરીકે ગણવામાં આવે છે.
દસ્તાવેજમાં એવું કહેવામાં આવ્યું છે કે, આવી સ્થિતિમાં, કંપનીએ વિદેશી શાખા કચેરીઓમાંથી મળેલા પુરવઠાના બદલામાં શાખા કચેરીઓને વિદેશી શાખા ખર્ચ તરીકે ચૂકવણી કરી છે. તેથી, ઇન્ફોસિસ લિમિટેડ રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ ભારતની બહાર સ્થિત શાખાઓમાંથી પુરવઠો મેળવવા માટે GST માટે જવાબદાર છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં રિવર્સ ચાર્જ મિકેનિઝમ (RCM) એ એક એવી સિસ્ટમ છે જેમાં માલ અને સેવાઓના પ્રાપ્તકર્તાએ સપ્લાયરને બદલે ટેક્સ ચૂકવવો પડે છે. દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે ઇન્ફોસિસ વિરુદ્ધ હજુ તપાસ ચાલી રહી છે.
ઈકોનોમિક ટાઈમ્સના એક સ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ઈન્ફોસિસને ડીજીજીઆઈ તરફથી તપાસ માટે નોટિસ મળી છે. પરંતુ કંપનીનું માનવું છે કે તેણે રાજ્ય અને કેન્દ્રના જીએસટી કાયદાનું સંપૂર્ણ પાલન કર્યું છે. જોકે, ઈન્ફોસિસે આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી.