Insurance Amendment Bill: ભારત સરકાર ટૂંક સમયમાં વીમા સુધારા બિલ પર નિર્ણય લઈ શકે છે, જાણો શું બદલાવ થવા જઈ રહ્યો છે
Insurance Amendment Bill: ભારત સરકાર ટૂંક સમયમાં ઈન્શ્યોરન્સ સુધારણા બિલ પર મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે. જો આ બિલને મંજૂરી મળે, તો ઈન્શ્યોરન્સ સેક્ટરમાં 100% વિદેશી સીધા રોકાણ (FDI) માટે દરવાજા ખુલી જશે. એટલે કે વિદેશી રોકાણકારો કોઈપણ ભારતીય ઈન્શ્યોરન્સ કંપનીને સંપૂર્ણપણે ખરીદી શકશે અથવા વિદેશી કંપનીઓ કોઈ ભારતીય ભાગીદાર વિના ભારતમાં ઈન્શ્યોરન્સ વ્યવસાય શરૂ કરી શકશે.
કંપનીઓ માટે કોમ્પોઝિટ ઈન્શ્યોરન્સ લાઈસન્સ પ્રાપ્ત કરવાનો માર્ગ મોકળો
આ સુધારણા બાદ કોમ્પોઝિટ ઈન્શ્યોરન્સ લાઈસન્સની મંજુરી પણ સરળ બની જશે. આ લાઈસન્સથી લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓ હેલ્થ ઈન્શ્યોરન્સ સેક્ટરમાં પ્રવેશ કરી શકશે અને હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓ લાઈફ ઈન્શ્યોરન્સ બજારમાં પ્રવેશ કરી શકશે.
ઈન્શ્યોરન્સ અને નૉન-ઈન્શ્યોરન્સ કંપનીઓ વચ્ચે મર્જરની મંજુરી
હાલમાં કોઈ ઈન્શ્યોરન્સ કંપની ફક્ત બીજી ઈન્શ્યોરન્સ કંપની સાથે જ મર્જ થઈ શકે છે. જો બિલ પસાર થાય, તો ઈન્શ્યોરન્સ કંપનીઓને નોન-ઈન્શ્યોરન્સ કંપનીઓ સાથે પણ મર્જ થવાની છૂટ મળશે. ખાસ કરીને Max Financial જેવી કંપનીઓ માટે આ ફેરફાર ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ઈન્શ્યોરન્સ એજન્ટ્સ માટે નિયમોમાં બદલાવ
હાલમાં કોઈ એજન્ટ ફક્ત એક લાઈફ, એક જનરલ અને એક હેલ્થ ઈન્શ્યોરન્સ કંપની સાથે જ કરાર કરી શકે છે. આ નિયંત્રણ દૂર થવાથી ખાનગી ઈન્શ્યોરન્સ કંપનીઓને ફાયદો થશે, જ્યારે LIC અને SBI Life જેવી જાહેર ક્ષેત્રની કંપનીઓ માટે આ નકારાત્મક અસરકારક હોઈ શકે.
ઈન્શ્યોરન્સ કંપનીઓના રોકાણ નિયમોમાં ફેરફાર
ઈન્શ્યોરન્સ સુધારણા બિલ પાસ થાય પછી, કંપનીઓના રોકાણ સંબંધિત નિયમોમાં પણ ફેરફાર થઈ શકે છે. ખાસ કરીને LIC જેવી કંપનીઓ માટે આ પોઝિટિવ અસર ધરાવતું હોઈ શકે છે.