Manufacturing sector: મેન્યુફેક્ચરિંગ ગ્રોથમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 11 મહિનામાં સૌથી નીચો મેન્યુફેક્ચરિંગ ગ્રોથ નવેમ્બર મહિનામાં નોંધાયો
Manufacturing sector: દેશમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે મેન્યુફેક્ચરિંગ ગ્રોથમાં ઘટાડો થયો છે. નવેમ્બરમાં મેન્યુફેક્ચરિંગ ગ્રોથ 11 મહિનાના સૌથી નબળા સ્તરે પહોંચી ગયો છે. મોંઘવારીના કારણે લોકો ઓછી ખરીદી કરી રહ્યા છે. સ્થાનિક માંગમાં ઘટાડાને કારણે મેન્યુફેક્ચરિંગ ગ્રોથમાં ઘટાડો થયો છે.
નવેમ્બર મહિનામાં પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ 56.6ના સ્તરે હતો. જે ઑક્ટોબર મહિના કરતાં પણ ઓછો છે. સ્થાનિક માંગમાં ઘટાડાને કારણે PMI સ્તરમાં ઘટાડો હોવાનું માનવામાં આવે છે. મોંઘવારી વધવાને કારણે લોકોએ ખરીદી ઓછી કરી દીધી. ઉત્પાદનોની માંગ ઓછી હોવાને કારણે ઉત્પાદન ક્ષેત્રે પણ ઘટાડો થયો છે. જો કે, PMI છેલ્લા ત્રણ વર્ષથી તેની લાંબા ગાળાની સરેરાશથી ઉપર રહ્યો છે, જે ભારતના ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિની સ્થિર ગતિને દર્શાવે છે.
નિકાસ માંગમાં વધારો
નવેમ્બર મહિનામાં સ્થાનિક માંગમાં ઘટાડાને કારણે મેન્યુફેક્ચરિંગ ગ્રોથમાં ઘટાડો થયો છે. પરંતુ આ દરમિયાન નિકાસ માંગ વધી છે. સ્થાનિક પડકારો હોવા છતાં, આંતરરાષ્ટ્રીય માંગમાં વધારો થયો છે અને નવા નિકાસ ઓર્ડર નવેમ્બરમાં ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા છે. ભારતીય ઉત્પાદકોએ કહ્યું છે કે બાંગ્લાદેશ, ચીન, ઈટાલી, જાપાન અને અમેરિકા સહિતના બજારોમાંથી નિકાસ માંગ વધશે.
સ્થાનિક માંગમાં વધારાની અપેક્ષા
મેન્યુફેક્ચરિંગ ગ્રોથમાં ઘટાડા પાછળ સ્થાનિક માંગમાં ઘટાડો મુખ્ય કારણ છે. આગામી દિવસોમાં સ્થાનિક માંગમાં વધારો થવાની ધારણા છે. કારણ કે, ભારતીય રિઝર્વ બેંકે FY25 માટે જીડીપી વૃદ્ધિનું અનુમાન 7.2 ટકા જાળવી રાખ્યું છે. આનાથી અર્થતંત્રમાં સુધારો થવાની અપેક્ષા છે અને સ્થાનિક માંગમાં પણ વધારો થઈ શકે છે.