Mr Beast
Mr Beast Vs T Series: મિસ્ટર બીસ્ટ ચેનલ હવે મહત્તમ સબ્સ્ક્રાઇબર્સની દ્રષ્ટિએ YouTube પર પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. તેણે તાજેતરમાં ટી-સિરીઝને હરાવ્યું છે…
મિસ્ટર બીસ્ટનું નામ આ દિવસોમાં ચર્ચામાં છે. મિસ્ટર બીસ્ટ નામની યુટ્યુબ પર ચાલતી ચેનલે તાજેતરમાં જ યુટ્યુબ પર સૌથી વધુ સબસ્ક્રાઈબર હાંસલ કર્યા છે. હવે મિસ્ટર બીસ્ટના સબસ્ક્રાઈબર્સની સંખ્યા 267 મિલિયન થઈ ગઈ છે.
લાંબા સમય સુધી, ભારતીય ચેનલ ટી-સિરીઝ દ્વારા સૌથી વધુ સબ્સ્ક્રાઇબરોનો રેકોર્ડ હતો, પરંતુ હવે મિસ્ટર બીસ્ટના ટી-સિરીઝ કરતાં વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. T-Seriesના હાલમાં YouTube પર કુલ 266 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે.
યુટ્યુબ પર સૌથી વધુ સબ્સ્ક્રાઇબર્સને લઈને આ પહેલા પણ રસપ્રદ લડાઈ થઈ છે. લગભગ 6 વર્ષ પહેલાં, એક સ્વીડિશ યુટ્યુબરની ચેનલ Pewdiepie અને T-Series વચ્ચે સ્પર્ધા થઈ હતી, જેમાં T-Series માઈલો આગળ હતી.
મિસ્ટર બિસ્ટે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ આ સિદ્ધિની ઉજવણી કરી હતી. ઇલોન મસ્કએ પણ સોશિયલ મીડિયા X પર મિસ્ટર બીસ્ટની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી અને તેમને અભિનંદન આપ્યા.
તમને જણાવી દઈએ કે મિસ્ટર બીસ્ટ નામની યુટ્યુબ ચેનલ ચલાવનાર યુટ્યુબરનું નામ જીમી ડોનાલ્ડસન છે. માત્ર 26 વર્ષનો ડોનાલ્ડસન ન માત્ર નંબર-વન યુટ્યુબર છે પણ ઘણી કમાણી પણ કરે છે.
ફોર્બ્સે મિસ્ટર બીસ્ટને સૌથી વધુ કમાણી કરનાર યુટ્યુબર તરીકે નામ આપ્યું છે. ફોર્બ્સ અનુસાર, મિસ્ટર બીસ્ટ નામની ચેનલ ચલાવતા જીમી ડોનાલ્ડસનની નેટવર્થ અંદાજે 500 મિલિયન ડોલર છે.
જોકે, જીમીએ તાજેતરમાં જ ટાઈમ મેગેઝીનને જણાવ્યું હતું કે તે તેની બે યુટ્યુબ ચેનલોથી દર વર્ષે 600 થી 700 મિલિયન ડોલર કમાય છે. તેઓ આ પૈસા જાહેરાતની આવક અને બ્રાન્ડેડ સામગ્રીમાંથી કમાય છે.