NCLAT: NCLAT એ રિલાયન્સ બ્રોડકાસ્ટના વેચાણને પડકારતી અપીલને નકારી કાઢી
NCLAT; નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) એ રિલાયન્સ બ્રોડકાસ્ટ નેટવર્ક લિમિટેડ માટે સેફાયર મીડિયા દ્વારા કરવામાં આવેલી બિડને મંજૂરી આપતા NCLTના આદેશ સામે દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી છે. NCLAT એ NCLT મુંબઈ બેન્ચના 6 મે, 2024 ના રોજના આદેશને પણ માન્ય રાખ્યો છે, જેમાં સેફાયર મીડિયાના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપવામાં આવી હતી. રિલાયન્સ બ્રોડકાસ્ટ બીગ 92.7 એફએમ બ્રાન્ડ હેઠળ એફએમ રેડિયો બિઝનેસનું સંચાલન કરે છે.
અભિજિત રિયલ્ટર્સ અને ઇન્ફ્રાવેન્ચર અને ક્રિએટીવ ચેનલ એડવર્ટાઇઝિંગ એન્ડ માર્કેટિંગ, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલના આદેશને પડકારતા અસફળ અરજદારોએ રિઝોલ્યુશન પ્રોફેશનલ દ્વારા અનિયમિતતાનો આક્ષેપ કર્યો હતો. જોકે, NCLATએ આ અપીલોની સુનાવણી કર્યા બાદ સ્પષ્ટતા કરી હતી કે પ્રક્રિયા અને વાટાઘાટો નિયમો અનુસાર કરવામાં આવી છે. NCLATએ જણાવ્યું હતું કે “અમને NCLTના 06.05.2024ના આદેશમાં દખલ કરવાનું કોઈ કારણ મળ્યું નથી” અને તમામ અપીલો ફગાવી દેવામાં આવી હતી.
NCLT, મે 6, 2024 ના તેના આદેશમાં, સેફાયર મીડિયા લિમિટેડ દ્વારા સબમિટ કરાયેલ રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી. કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયા (CIRP) 24 ફેબ્રુઆરી 2023ના રોજ IDBI ટ્રસ્ટીશિપ સર્વિસ દ્વારા રિલાયન્સ બ્રોડકાસ્ટ નેટવર્ક સામે શરૂ કરવામાં આવી હતી. આરપીને ચાર રિઝોલ્યુશન પ્લાન મળ્યા હતા, જેમાં સેફાયર મીડિયા લિમિટેડ દ્વારા રૂ. 104.28 કરોડની બિડ સૌથી વધુ હતી.
92.7 BIG FM એ દેશનું સૌથી મોટું રેડિયો નેટવર્ક છે જેની પહોંચ 58 સ્ટેશનો, 1,200 થી વધુ નગરો અને 50,000 થી વધુ ગામડાઓ સુધી છે. સેફાયર મીડિયાની આ મોટી સફળતા રિલાયન્સ બ્રોડકાસ્ટને તેના નેટવર્કને વિસ્તારવામાં મદદ કરશે. સેફાયર મીડિયાનું સંચાલન આદિત્ય વશિષ્ઠ અને કૈથલ સ્થિત બિઝનેસમેન સાહિલ મંગલા દ્વારા કરવામાં આવે છે.