સરકારે બુધવારે આઇટી હાર્ડવેર સેક્ટર માટે કુલ રૂ. 17,000 કરોડની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ (PLI) 2.0ને મંજૂરી આપી છે. આ પ્રોત્સાહન યોજના રૂ. 3.35 લાખ કરોડની આવક અને રૂ. 2,430 કરોડનું રોકાણ કરવાનો અંદાજ છે. તેનાથી 75,000 લોકોને સીધી રોજગારી મળવાની અપેક્ષા છે.
PLI 2.0 હેઠળ, લેપટોપ, ટેબલેટ અને પર્સનલ કોમ્પ્યુટર તમામ સાધનોથી સજ્જ (ઓલ ઇન વન પીસી), સર્વર વગેરે આવશે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટે રૂ. 17,000 કરોડના અંદાજપત્રીય ખર્ચ સાથે આઇટી હાર્ડવેર માટે PLI 2.0 ને મંજૂરી આપી હતી. તેનો સમયગાળો છ વર્ષનો રહેશે.
ભારત ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ દેશ તરીકે ઉભરી રહ્યું છે
ભારત ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલી દુનિયાભરની કંપનીઓ ભારતમાં આવી રહી છે. મોબાઈલ ફોન માટે PLI સ્કીમની સફળતા જોઈને IT હાર્ડવેર માટે PLI 2.0 મંજૂર કરવામાં આવી છે.
-અશ્વિની વૈષ્ણવ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને ટેલિકોમ મંત્રી
ભારત બીજા નંબરની સૌથી મોટી મોબાઈલ ઉત્પાદક કંપની છે
દેશમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન વધારવા માટે, સરકારે એપ્રિલ, 2020માં પહેલીવાર PLI સ્કીમ શરૂ કરી હતી. આનાથી ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટરને જંગી પ્રોત્સાહન મળ્યું છે.
ભારત આજે વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક છે. PLI સ્કીમનો આમાં મોટો ફાળો છે.
વિદેશી બજારોમાં માંગને કારણે માર્ચ 2023માં મોબાઈલ ફોનની નિકાસ $11 બિલિયન (આશરે રૂ. 90,000 કરોડ)ના સ્તરે પહોંચશે.
3.35 લાખ કરોડનું ઉત્પાદન થશે
2,430 કરોડના રોકાણનો અંદાજ છે
આ કારણે PLI સ્કીમ 2.0 દેશ માટે મહત્વપૂર્ણ છે
ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નવું રોકાણ આવશે. વિદેશી કંપનીઓ ભારત આવશે.
આઈટી હાર્ડવેરના ઉત્પાદનમાં ભારત વિશ્વનું નેતૃત્વ કરી શકશે.
આ યોજના નિકાસ વધારવામાં મદદ કરશે.
ભારતની આયાત પર નિર્ભરતા ઘટશે.
પ્રત્યક્ષ રોજગાર ઉપરાંત વધારાના બે લાખ લોકોને નોકરી મળશે.
ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં $105 બિલિયન
ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને ટેલિકોમ મંત્રીએ કહ્યું કે કેન્દ્રમાં મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. આ કારણે દેશનું ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્ર છેલ્લા આઠ વર્ષથી સતત 17 ટકાના ચક્રવૃદ્ધિ દરે વૃદ્ધિ કરી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન ઉત્પાદન વધીને 105 અબજ ડોલર (લગભગ 9 લાખ કરોડ રૂપિયા)ના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે.