ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નિર્દેશો અનુસાર, મંગળવાર (23 મે)થી દેશભરની બેંકોમાં 2000 રૂપિયાની નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થશે. આ દરમિયાન ફૂડ ડિલિવરી એપ Zomatoએ ચોંકાવનારો આંકડો રજૂ કર્યો છે. વાસ્તવમાં, જ્યારથી RBIએ દેશમાં 2000ની નોટો પાછી ખેંચવાનો આદેશ જારી કર્યો છે. જેને લઈને માર્કેટમાં ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. જેની પાસે 2,000ની નોટ છે તે જલદીથી તેને ખર્ચવા પ્રયાસ કરી રહ્યા છે. આનો સૌથી મોટો પુરાવો Zomato દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. સોમવારે, Zomatoએ ટ્વિટ કર્યું કે શુક્રવાર (મે 19), ડિલિવરી પર રોકડ તરીકે પ્રાપ્ત થયેલા તમામ ફૂડ ઓર્ડરમાંથી 72 ટકા રૂ. 2,000ની નોટમાં ચૂકવવામાં આવ્યા હતા.
RBIની જાહેરાત પછી તરત જ લોકોમાં હલચલ મચી ગઈ હતી કારણ કે રૂ. 2000ની નોટ પરત આવવાને નોટબંધીના બીજા પગલા તરીકે જોવામાં આવી રહી છે. જો કે, આરબીઆઈએ સ્પષ્ટતા કરીતા કહ્યું છે કે આ નોટબંધી નથી, પરંતુ માત્ર ઉપયોગ પર પ્રતિબંધ છે.