RBI MPC Meeting:RBI ગવર્નરે જણાવ્યું હતું કે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ જૂનથી ઓગસ્ટ 6 વચ્ચે સ્થાનિક બજારમાં $9.7 બિલિયનની ખરીદી કરી છે.
Foreign Exchange Reserves: દેશનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે. 2 ઓગસ્ટ, 2024 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં, વિદેશી વિનિમય અનામત પ્રથમ વખત $ 675 બિલિયનની ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચી ગયું છે. તેના પ્રથમ સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 667.38 અબજ ડોલર હતું.
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે 50મી મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ વિદેશી હૂંડિયામણના ભંડાર સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચવાની માહિતી આપી હતી. RBI ગવર્નરે કહ્યું કે, 2 ઓગસ્ટ, 2024ના રોજ ભારતનો વિદેશી મુદ્રા ભંડાર $675 બિલિયનની ઐતિહાસિક ટોચે પહોંચી ગયો છે. એટલે કે 26 જુલાઈથી 2 ઓગસ્ટની વચ્ચે વિદેશી મુદ્રા ભંડારમાં લગભગ 8 અબજ ડોલરનો વધારો થયો છે. 26 જુલાઈ, 2024ના રોજ પૂરા થતા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર $667.38 બિલિયન હતું.
RBI ગવર્નરે જણાવ્યું હતું કે, એકંદરે ભારતનું બાહ્ય ક્ષેત્ર ગતિશીલ છે કારણ કે મુખ્ય સૂચકાંકોમાં સતત સુધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યું, અમને વિશ્વાસ છે કે અમે અમારી બાહ્ય ધિરાણની જરૂરિયાતોને ખૂબ જ સરળતાથી પૂરી કરી શકીશું.
આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ જૂન 2024 થી ઓગસ્ટ 6 વચ્ચે સ્થાનિક બજારમાં $9.7 બિલિયનની ખરીદી કરી છે, જ્યારે એપ્રિલ અને મે દરમિયાન $4.2 બિલિયનનો આઉટફ્લો જોવા મળ્યો હતો. તેમણે કહ્યું કે 2024-25 દરમિયાન વિદેશી પ્રત્યક્ષ રોકાણમાં પણ વધારો થયો છે અને એપ્રિલ-મે 2025 દરમિયાન ગ્રોસ એફડીઆઈમાં 20 ટકાનો ઉછાળો આવ્યો છે જ્યારે નેટ એફડીઆઈ ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં બમણું વધ્યું છે.
અગાઉ, ત્રણ દિવસ સુધી ચાલેલી RBIની 50મી નાણાકીય નીતિ સમિતિની બેઠક બાદ લેવાયેલા નિર્ણયોની માહિતી આપતાં ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે રેપો રેટ 6.50 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. છ સભ્યોની એમપીસીમાં, 4 સભ્યોએ રેપો રેટને વર્તમાન સ્તરે રાખવા માટે મત આપ્યો જ્યારે બે સભ્યો રેપો રેટ ઘટાડવાની તરફેણમાં હતા.