Reliance Jioએ બનાવ્યો રેકોર્ડ, 5G સ્પીડમાં જોરદાર છલાંગ લગાવી, ઘણા દેશોને પાછળ છોડી દીધા
Reliance Jio: રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. જિયો પાસે ટેલિકોમ સેક્ટરમાં સૌથી વધુ ગ્રાહકો છે. દેશભરમાં લગભગ 49 કરોડ લોકો Jioની સેવાઓનો ઉપયોગ કરે છે. ગ્રાહકોને હાઈ સ્પીડ ઈન્ટરનેટ કનેક્ટિવિટી આપવા માટે, રિલાયન્સ જિયોએ દેશના મોટાભાગના શહેરોમાં 5G સેવા પૂરી પાડી છે. Jioએ હવે નવો રેકોર્ડ બનાવ્યો છે.
રિલાયન્સ જિયોએ 5G ટેક્નોલોજીના ક્ષેત્રમાં પણ પોતાનો દબદબો સ્થાપિત કર્યો છે. કંપની 5G ક્ષેત્રે વૈશ્વિક લીડર તરીકે ઉભરી આવી છે. Jio એ UK અને યુરોપિયન દેશોને મોબાઈલ 5G ડેટા સ્પીડ અને પેનિટ્રેશનની બાબતમાં ઘણા પાછળ છોડી દીધા છે. ભારતીય ટેલિકોમ્યુનિકેશનમાં પરિવર્તન લાવવામાં મુકેશ અંબાણીની જિયોએ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ઓકલાના ગ્લોબલ સ્પીડટેસ્ટ ઈન્ડેક્સ રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે.
ભારતની વિશાળ છલાંગ
મોબાઈલ ઈન્ટરનેટના મામલે ભારત વૈશ્વિક સ્તરે 26માં સ્થાને પહોંચી ગયું છે. હાઇ સ્પીડ ડેટા કનેક્ટિવિટીની બાબતમાં ભારતે ઘણા દેશોને પાછળ છોડી દીધા છે. આ ઈન્ડેક્સ રિપોર્ટ અનુસાર યુકે, કેનેડા, બ્રાઝિલ, માલ્ટા અને ક્રોએશિયા જેવા દેશો 53માં નંબર પર છે.
રિપોર્ટમાં એ વાત પણ સામે આવી છે કે હાલમાં ભારતમાં મોબાઈલ પેનિટ્રેશન રેટ પર પણ અસર થઈ છે. આના કારણે દેશના લગભગ 78% લોકો પાસે મોબાઈલ કનેક્શનની સરળતા છે. હાલમાં ભારત ઈન્ટરનેટની બાબતમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. હાલમાં દેશભરમાં લગભગ 93 કરોડ મોબાઈલ ઈન્ટરનેટ યુઝર્સ છે. આમાં રિલાયન્સ જિયો સૌથી વધુ ગ્રાહકો સાથે સૌથી આગળ છે. ગ્રાહકોની સંખ્યાના મામલે એરટેલ બીજા સ્થાને છે.