Rule Changed from 1 May
Financial Rules: નવા મહિનાની શરૂઆત સાથે, પૈસા સંબંધિત ઘણા નિયમો બદલાઈ ગયા છે. ચાલો જાણીએ કે સામાન્ય લોકોના ખિસ્સા પર તેની કેટલી અસર થઈ રહી છે.
Money Rules Changed from 1 May 2024: આજથી નવો મહિનો શરૂ થયો છે. મે મહિનાની શરૂઆત સાથે, પૈસા સાથે જોડાયેલા ઘણા નિયમો બદલાઈ ગયા છે. આવી સ્થિતિમાં તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. અમે તમને એવા નિયમો વિશે જણાવી રહ્યા છીએ જે આજથી બદલાઈ ગયા છે.
1 મેથી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ કોમર્શિયલ ગેસના ભાવમાં ઘટાડો થયો છે.
દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક ICICI બેંકે પોતાના બચત ખાતાના નિયમોમાં ફેરફાર કર્યો છે. બેંકે તેના ડેબિટ કાર્ડ ચાર્જિસ, ચેકબુક ઈશ્યુઅન્સ ચાર્જ, IMPS વગેરે જેવી ઘણી સેવાઓના શુલ્કમાં ફેરફાર કર્યા છે. આ નિયમો 1લી મે 2024 એટલે કે બુધવારથી અમલમાં આવ્યા છે.
યસ બેંકે તેના બચત ખાતાના શુલ્કમાં ફેરફાર કર્યો છે. બેંકના નવા શુલ્ક 1 મે, 2024થી અમલમાં આવ્યા છે. આ સિવાય બેંકે પોતાના ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. હવે તમારે 15,000 રૂપિયાથી વધુના યુટિલિટી બિલ પેમેન્ટ પર 1 ટકા GST ચૂકવવો પડશે. નવા નિયમો આજથી લાગુ થઈ ગયા છે.
IDFC ફર્સ્ટ બેંકે પણ તેના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે, બેંકના ક્રેડિટ કાર્ડ દ્વારા 20,000 રૂપિયાથી વધુના યુટિલિટી બિલની ચુકવણી પર, ગ્રાહકોએ 18 ટકા GST ઉપરાંત 1 ટકા વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.
મે મહિનામાં બેંકોમાં ઘણી રજાઓ છે. આ મહિને વિવિધ રાજ્યોમાં કુલ 14 દિવસ બેંકો બંધ રહેશે. જેમાં શનિવાર અને રવિવારની રજાઓનો પણ સમાવેશ થાય છે.
HDFC બેંકે તેની સ્પેશિયલ સિનિયર કેર એફડી માટેની સમયમર્યાદા 10 મે સુધી લંબાવી છે. આ 5 થી 10 વર્ષની FD સ્કીમ 7.75 ટકા વ્યાજ ઓફર કરે છે.