Share Market Closing
સેન્સેક્સ અને નિફ્ટી ભારે ઘટાડા સાથે બંધ થયા. સેન્સેક્સ 732.96 પોઈન્ટ્સ અને નિફ્ટી પણ 172.35 પોઈન્ટ્સ તૂટ્યો છે.
Share Market Closing 3 May: શુક્રવારનો દિવસ શેર બજાર અને રોકાણકારો માટે ખૂબ જ ખરાબ સાબિત થયો છે. સેન્સેક્સ અને નિફ્ટી ભારે નુકસાન સાથે બંધ થયા છે. સેન્સેક્સ 732.96 પોઈન્ટ ઘટીને 73878.15 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 172.35 પોઈન્ટ ઘટીને 22475.85 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં પણ લગભગ રૂ. 4.25 લાખ કરોડનો ઘટાડો થયો છે. રોકાણકારોને લગભગ 4 લાખ કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે. આ ઘટાડો માત્ર ભારત પૂરતો મર્યાદિત ન હતો. એશિયાના તમામ શેરબજારો પણ ખરાબ રીતે તૂટ્યા છે.