Stock Market Closing: આજના વેપારમાં આઈટી શેર્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો.
Stock Market Closing: રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગના કારણે ભારતીય શેરબજાર બુધવારે ટ્રેડિંગ સેશનમાં ઘટાડા સાથે બંધ થયું હતું. બેન્કિંગ, આઈટી અને ઓટો શેરમાં ઘટાડાને કારણે બજારમાં આ વેચવાલી થઈ છે. આજના સેશનમાં મિડકેપ શેર્સમાં પણ ઘટાડો નોંધાયો હતો. બજાર બંધ થયા બાદ BSE સેન્સેક્સ 319 પોઈન્ટ ઘટીને 81,501 પોઈન્ટ પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 86 પોઈન્ટના ઘટાડા સાથે 24,971 પોઈન્ટ પર બંધ થયો હતો.
વધતા અને ઘટતા શેર
સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 5 શેર જ તેજી સાથે બંધ થયા હતા. 25 શેર ઘટીને બંધ રહ્યા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 16 વધ્યા અને 34 નુકસાન સાથે બંધ થયા. વધતા શેરોમાં HDFC લાઇફ 1.79 ટકા, ડૉ. રેડ્ડી 1.34 ટકા, ગ્રાસિમ 1.05 ટકા, HDFC બેન્ક 0.97 ટકા, બજાજ ઑટો 0.88 ટકા, ભારતી એરટેલ 0.86 ટકાના વધારા સાથે બંધ થયા છે. ઘટતા શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.76 ટકા, ઇન્ફોસિસ 2.05 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક 1.39 ટકા, અદાણી પોર્ટ્સ 1.21 ટકા, ટાટા મોટર્સ 1.19 ટકા, ITC 1.11 ટકા, ટાઇટન 1.06 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
રોકાણકારોને 80000 કરોડનો આંચકો લાગ્યો છે
માર્કેટમાં ઘટાડાને કારણે આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોને નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 463.06 લાખ કરોડ પર બંધ થયું હતું જ્યારે છેલ્લા સત્રમાં તે રૂ. 463.86 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં માર્કેટ કેપમાં રૂ. 80000 કરોડનો ઘટાડો થયો છે.