Stock Market Closing: સેન્સેક્સ 422 પોઈન્ટ ઘટીને બંધ, મેટલ અને PSU બેન્ક શેરમાં ભારે ઘટાડો
Stock Market Closing: સેન્સેક્સ 422.59 પોઈન્ટના ઘટાડા સાથે 77,155 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 168 પોઈન્ટ લપસીને 23,349ની સપાટીએ બંધ રહ્યો હતો. આજના કારોબાર દરમિયાન મેટલ, મીડિયા અને PSU બેંકોમાં ભારે વેચવાલી જોવા મળી હતી.
ભારે વેચવાલી સાથે બજાર બંધ થયું
આજે બજારમાં અદાણી ગ્રુપના શેરમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી. જેની અસર બજાર પર જોવા મળી હતી. સેન્સેક્સ 422.59 પોઈન્ટના ઘટાડા સાથે 77,155 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 168 પોઈન્ટ લપસીને 23,349ની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 10 વધ્યા અને 20 ઘટ્યા. તે જ સમયે, નિફ્ટીના 50 શેરોમાંથી 13માં વધારો અને 37માં ઘટાડો જોવા મળ્યો હતો. આજના કારોબાર દરમિયાન મેટલ, મીડિયા અને PSU બેંકોમાં ભારે વેચવાલી જોવા મળી હતી.
સેન્સેક્સ 484 પોઈન્ટ તૂટ્યો જ્યારે નિફ્ટી 180 પોઈન્ટ તૂટ્યો, અદાણી પાવરમાં રિકવરી
બજારમાં આજે ભારે વેચવાલીનું દબાણ છે. ભારે ઘટાડા બાદ અદાણી પાવરમાં સારી રિકવરી જોવા મળી રહી છે. હાલમાં સેન્સેક્સ 474 પોઈન્ટ ઘટીને 77,097 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી પણ 167 પોઈન્ટ ઘટીને 23,339 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.