Stock Market Opening
સ્ટોક માર્કેટ ઓપનિંગઃ દલાલ સ્ટ્રીટ આજે ધમધમતી જોવા મળી રહી છે જેમાં સેન્સેક્સ અને નિફ્ટી સારી મોમેન્ટમ સાથે ઓપનિંગ કરવામાં સફળ રહ્યા છે. ઈન્ડિયા વોલેટિલિટી ઈન્ડેક્સ 22.09 ના સ્તરે દેખાઈ રહ્યો છે અને તે લગભગ 1.25 ટકા ઉપર છે. બજાર ખુલ્યા બાદ તરત જ મિડકેપ ઈન્ડેક્સ રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો હતો.
શેરબજારની શરૂઆત કેવી રહી?
BSE સેન્સેક્સ 212.21 પોઈન્ટ અથવા 0.29 ટકાના વધારા સાથે 74,165 ના સ્તર પર ખુલ્યો. NSEનો નિફ્ટી 47.55 (0.21 ટકા)ના વધારા સાથે 22,576 પર ખુલ્યો હતો.