Stock Market Opening
Stock Market Opening: સ્થાનિક શેરબજાર લાભ સાથે ખુલ્યું છે અને બેન્ક નિફ્ટીના શેરમાં ઉછાળાની મદદથી શેરબજાર તેજીને ટેકો લેવાનો પ્રયાસ કરી રહ્યું છે.
Stock Market Opening: ભારતીય શેરબજારની શરૂઆત આજે મજબૂત નોંધ પર થઈ છે અને સેન્સેક્સ-નિફ્ટી ઉછાળા સાથે ખુલ્યા છે. નિફ્ટી ફરી 23,000ના સ્તરને સ્પર્શવાનો પ્રયાસ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. BSEનું માર્કેટ કેપ રૂ. 420.23 લાખ કરોડ થયું છે.
શેરબજારની શરૂઆત કેવી રહી?
BSE સેન્સેક્સ 194.90 પોઈન્ટ અથવા 0.26 ટકાના વધારા સાથે 75,585 ના સ્તર પર ખુલ્યો. NSE નો નિફ્ટી 44.70 પોઈન્ટ અથવા 0.19 ટકાના વધારા સાથે 22,977 પર ખુલ્યો હતો.
બેન્ક નિફ્ટીમાં માત્ર HDFC ડાઉન
એચડીએફસી બેંકમાં ઘટાડો છે અને નિફ્ટીના 12 શેરોમાં આ બેંક એકમાત્ર એવો સ્ટોક છે જે ઘટી રહ્યો છે. બાકીના 11 શેર સારી ગતિએ ટ્રેડ થઈ રહ્યા છે. બેંક નિફ્ટીએ આજે ખુલતાની સાથે જ 49,426 ની ઊંચી સપાટી બનાવી હતી.
બજારનું સર્વકાલીન ઉચ્ચ સ્તર શું છે?
સોમવારે એટલે કે ગઈ કાલે સેન્સેક્સ-નિફ્ટીએ તેની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી હતી. BSE સેન્સેક્સની ઐતિહાસિક ઉચ્ચ સપાટી 76,009.68 છે અને NSE નિફ્ટીની સર્વકાલીન ઉચ્ચતમ 23,110.80 છે.