Stock Market Opening
Stock Market Opening: ગઈકાલે લોકસભાની ચૂંટણીના પરિણામોના કારણે શેરબજારને જે આંચકાનો સામનો કરવો પડ્યો હતો તે આજે ખરીદીનો મલમ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ લગભગ 950 પોઈન્ટ વધીને 73000ની ઉપર ખુલ્યો છે.
Stock Market Opening: ગઈકાલે લોકસભાની ચૂંટણીના પરિણામોથી શેરબજારમાં કડાકો બોલાયો હતો અને જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, આજે ભારતીય બજાર કંઈક અંશે રિકવર થતું જોવા મળી રહ્યું છે અને સેન્સેક્સ 950 પોઈન્ટ ચઢીને 73 હજારની પાર ખુલવામાં સફળ રહ્યો છે.
કેવું રહ્યું માર્કેટ ઓપનિંગ?
948.84 પોઈન્ટ અથવા 1.32 ટકાના ઉછાળા પછી, BSE સેન્સેક્સ માર્કેટ 73,027 ના સ્તર પર ઉછાળા સાથે ખુલ્યું. NSEનો નિફ્ટી 243.85 (1.11 ટકા)ના વધારા સાથે 22,128 પર ખુલ્યો હતો.
શેરબજારમાં જોરદાર વધઘટ
સેન્સેક્સમાં વધુ હલચલ જોવા મળી રહી છે અને તેમાં સતત વધઘટ જોવા મળી રહી છે. જ્યારે સવારે 9.35 વાગ્યે સેન્સેક્સ 453 પોઈન્ટ વધીને 72532ના સ્તરે હતો, સવારે 9.25 વાગ્યે BSE સેન્સેક્સ 122.82 પોઈન્ટ્સ અથવા 0.17 ટકાનો ઘટાડો દર્શાવે છે અને 71,956ના સ્તરે હતો. NSE નિફ્ટીનો વધારો ઘટ્યો પરંતુ તે લીલા નિશાનમાં રહ્યો. નિફ્ટી 120 પોઈન્ટના ઉછાળા બાદ 22,005 પર ટ્રેડ કરી રહ્યો છે.
સેન્સેક્સ શેરોની સ્થિતિ
BSE સેન્સેક્સના 30 શેરોમાંથી 22માં ઉછાળા સાથે અને 8 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. HUL 5 ટકાના વધારા સાથે ટોપ ગેઇનર છે અને નેસ્લે 3.75 ટકાના વધારા સાથે છે. એશિયન પેઇન્ટ્સ 3.20 ટકા જ્યારે HCL ટેક 2.23 ટકા ઉપર છે. HCL ટેક 2.22 ટકા જ્યારે ટાટા સ્ટીલ 2.14 ટકા ઉપર છે.