Stock Marketમાં તેજી: સેન્સેક્સ ૮૧,૦૦૦ ને પાર, નિફ્ટીમાં જોરદાર ઉછાળો, અદાણી-મારુતિ ચમક્યા
Stock Market: શુક્રવારે, અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે, શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો. આના મુખ્ય કારણોમાં વોલ સ્ટ્રીટ તરફથી મળેલા સકારાત્મક સંકેતો, સંભવિત ભારત-અમેરિકા વેપાર કરાર પર ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન અને ચોથા ક્વાર્ટરના ઉત્તમ પરિણામો હતા. સવારે લગભગ 10 વાગ્યે, BSE સેન્સેક્સ 867 પોઈન્ટ ઉછળીને 81,109 પર પહોંચ્યો, જ્યારે નિફ્ટી 247 પોઈન્ટ ઉછળીને 24,582 પર ટ્રેડ થયો.
સૌથી વધુ ચમકેલા શેરો:
અદાણી પોર્ટ્સ અને સેઝના શેર 4.7% વધ્યા. મારુતિ સુઝુકીના શેર ૨.૩૨%, ઇન્ડસઇન્ડ બેંકના શેર ૧.૯૭%, આઇશર મોટર્સ ૧.૭૨% અને એક્સિસ બેંકના શેર ૧.૫૩% વધ્યા હતા. બીજી તરફ, નેસ્લે ઇન્ડિયા અને ટાઇટનના શેરમાં નજીવો ઘટાડો થયો હતો, જ્યારે બજાજ ફિનસર્વના શેરમાં 0.53%નો ઘટાડો થયો હતો.
બજારમાં તેજી પાછળના મહત્વપૂર્ણ કારણો:
વૈશ્વિક સંકેતો: યુએસ બજારોમાં ઉછાળાથી વૈશ્વિક બજારોમાં સકારાત્મક ભાવના વધી.
ભારત-અમેરિકા સોદાની આશા: ટ્રમ્પના નિવેદનથી વેપાર તણાવ ઓછો થવાની આશા જાગી.
વિદેશી રોકાણકારોનું વળતર: ૧૧ સત્રોમાં ૩૭,૩૭૫ કરોડ રૂપિયાના FII રોકાણપ્રવાહથી બજારને મોટો ટેકો મળ્યો.
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને વ્યાજ દરમાં ઘટાડાથી સ્થાનિક બજાર મજબૂત બન્યું.