Supreme Court: સુપ્રીમ કોર્ટની ચિંતા: ભારતમાં બિટકોઈનનો વેપાર ‘હાઈ-ટેક હવાલા’ છે, કાયદાના અભાવ પર પ્રશ્નો ઉભા થયા
Supreme Court: સુપ્રીમ કોર્ટે સોમવારે બિટકોઈન ટ્રેડિંગ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે ભારતમાં આ પ્રવૃત્તિ “હવાલાનું હાઇ-ટેક સ્વરૂપ” બની ગઈ છે કારણ કે તેના પર કોઈ સ્પષ્ટ કાયદા નથી. ગેરકાયદેસર બિટકોઈન ટ્રેડિંગના આરોપસર ગુજરાત પોલીસે ધરપકડ કરેલા શૈલેષ બાબુલાલ ભટ્ટની જામીન અરજીની સુનાવણી કરતી વખતે કોર્ટે આ ટિપ્પણી કરી હતી.
ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ એન. કોટિશ્વર સિંહની બેન્ચે જણાવ્યું હતું કે સરકારને બે વર્ષ પહેલાં પણ આ નીતિ વિશે પૂછવામાં આવ્યું હતું, પરંતુ અત્યાર સુધી કોઈ જવાબ આવ્યો નથી. બચાવ પક્ષના વકીલ મુકુલ રોહતગીએ દલીલ કરી હતી કે બિટકોઈન ટ્રેડિંગ ગેરકાયદેસર નથી કારણ કે સુપ્રીમ કોર્ટે અગાઉ RBIના પ્રતિબંધક પરિપત્રને રદ કર્યો હતો.
સરકાર અને ED એ કહ્યું કે આ મામલો ફક્ત વેપારનો નથી પણ તેનાથી પણ મોટો છે અને જવાબ આપવા માટે 10 દિવસનો સમય માંગ્યો. આગામી સુનાવણી 19 મેના રોજ થશે.