Zomatoનો માર્ચ ક્વાર્ટરનો નફો 77.7% ઘટ્યો, બ્લિન્કિટમાં વધારો
Zomato: ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો (ઇટર્નલ) એ માર્ચ ક્વાર્ટરના પરિણામોમાં તેના કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં 77.7% ઘટાડો નોંધાવ્યો છે. નાણાકીય વર્ષ 2025 ના ચોથા ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂ. 39 કરોડ હતો, જે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં રૂ. 175 કરોડ હતો.
કંપનીએ જણાવ્યું હતું કે ક્વિક કોમર્સ ડિવિઝન અને બ્લિંકિટમાં વધુ રોકાણને કારણે ખર્ચમાં વધારો થવાને કારણે કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં ઘટાડો થયો છે.
આ ક્વાર્ટરમાં કંપનીની કાર્યકારી આવક રૂ. ૫,૮૩૩ કરોડ રહી, જે ગયા વર્ષ કરતાં ૬૩.૮% વધુ છે. તે જ સમયે, કંપનીનો ખર્ચ 67.88% વધીને 6,014 કરોડ રૂપિયા પર પહોંચ્યો.
EBITDA વાર્ષિક ધોરણે 15% ઘટીને રૂ. 165 કરોડ થયો. બ્લિંકિટના વ્યવસાયમાં ક્વાર્ટરમાં ઉછાળો જોવા મળ્યો, જેમાં આવક એક વર્ષ પહેલાના ક્વાર્ટરમાં રૂ. ૭૬૯ કરોડથી વધીને રૂ. ૧,૭૦૯ કરોડ થઈ.
કંપનીના શેરે એક મહિનામાં ૧૫.૩૮% અને એક વર્ષમાં ૨૦.૪૪% વળતર આપ્યું છે, જ્યારે ત્રણ વર્ષમાં તેણે રોકાણકારોને ૨૨૪.૨૭% વળતર આપ્યું છે.