હાર્લી-ડેવિડસન દ્વારા ભારતમાં તેનો પહેલો કોન્સેપ્ટ સ્ટોર ખોલવામાં આવ્યો છે. હાર્લી-ડેવિડસન સ્ટોરના ઉદ્ઘાટન થતા દેશભરમાં તેનું વેચાણ અને સેવા માળખું વધારવા માટે અમેરિકન બાઇક બનાવવાની મહત્વાકાંક્ષાનું એક મોટું પગલું છે.
હાર્લી-ડેવિડસનનો આ સ્ટોર કોલ્હાપુરમાં ખોલવામાં આવ્યો છે. આ કોન્સેપ્ટ સ્ટોરનો વિચાર એક નાના સ્ટોરના બીજા કોન્સેપ્ટમાંથી આવ્યો છે જે નાના સ્વરૂપમાં હાર્લી-ડેવિડસનના દરેક ગ્રાહકનો અનુભવ આપશે. આ એક બ્રાન્ડ માટે ત્રીજા વર્ગના શહેરોમાં હાજર ગ્રાહકો સુધી પહોંચવા માટેનું એક પ્લેટફોર્મ છે. જીવનના રસ્તાઓ વિશે અને વધુ જાણવા માટે મોટરસાયક્લીંગના શોખીન લોકો માટે એક ઉત્તમ પ્લેટફોર્મ તરીકે કામ કરે છે.
ભારતમાં કંપનીના પહેલા કોન્સેપ્ટ સ્ટોર ખોલવા બાબતે કંપનીના એમડી માર્ક મૈકએલિસ્ટરે કહ્યું કે અમારું ધ્યાન હંમેશા ભારતમાં મોટરસાયકલની સંસ્કૃતિ વિકસિત કરવામાં રહ્યું છે. ટાયર 2 અને 3 શહેરોમાં પોતાનુ સ્થાન બનાવવા માટે આ સ્ટોર તેની રણનીતિનો એક મહત્વનો ભાગ છે. આ સ્ટોર બ્રાંડના ઉત્સાહી લોકો પાસે લઇ જશે અને તેને જીવનશૈલીનો અનુભવ કરવાનો મોકો આપે છે.
હાર્લી-ડેવિડસન હાલ મોટા શહેરોમાં તેના સંભવિત ગ્રાહકો સુધી પહોંચવાનું કામ કરી રહી છે. આ સ્ટોરમાં બાઈકની સાથે તેને અનુરૂપ કપડા અને મર્ચેન્ડાઈઝ દરેક પ્રકારના હાર્લી-ડેવિડસનના સાધનો પણ ઉપલબ્ધ રહેશે.