Bombay HC સીએમ યોગી પર આધારિત ફિલ્મ ‘અજય’નો વિવાદ હાઈકોર્ટમાં, CBFC સામે વિલંબ અને NOCની માંગનો આરોપ
Bombay HC ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જીવન પર આધારિત ફિલ્મ ‘અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી’ હવે કાનૂની વિવાદમાં ફસાઈ ગઈ છે. ફિલ્મના નિર્માતાઓએ સેન્સર બોર્ડ (CBFC) સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. તેઓનો દાવો છે કે CBFC એ ફિલ્મને પ્રમાણપત્ર આપવા મુદ્દે મનસ્વી અને વિલંબિત વલણ અપનાવ્યું છે.
નિર્માતા કંપની સમ્રાટ સિનેમેટિક ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ ફિલ્મને 1 ઓગસ્ટ 2025ના રોજ રિલીઝ કરવા માગે છે. પરંતુ જો સમયસર પ્રમાણપત્ર ન મળે તો રિલીઝની સમયમર્યાદા પર અસર પડી શકે છે.
હાઈકોર્ટમાં દાખલ અરજી અનુસાર CBFCએ ફિલ્મના પ્રમાણપત્ર માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલય (CMO) પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) માંગ્યું છે, જે અંગે નિર્માતાઓએ વાંધો ઉઠાવ્યો છે. તેમની દલીલ છે કે સેન્સર બોર્ડ આવી NOC માંગીને નિયમોની બહાર જઈ રહ્યું છે.
આ ફિલ્મ લેખક શાંતનુ ગુપ્તાના લોકપ્રિય પુસ્તક ‘ધ મોન્ક હુ બિકેમ ચીફ મિનિસ્ટર’ પરથી પ્રેરિત છે અને યોગી આદિત્યનાથના સંત જીવનથી લઈને મુખ્યમંત્રી બનવા સુધીના ઓગાઢ પાસાઓને પ્રકાશમાં લાવે છે.
હાઈકોર્ટની બેન્ચ, જે સુનાવણી કરે છે તેમાં જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને જસ્ટિસ ડૉ. નીલા ગોખલે સામેલ છે. બંનેએ CBFCને નોટિસ જારી કરીને જવાબ માગ્યો છે અને મામલે વધુ સુનાવણી આગામી તારીખે કરાશે.