મિક્સ વેજીટેબલ બનાવવા માટે તમારે ઝીણા સમારેલા બે ટામેટાંની સાથે ગાજર, વટાણા, એક કેપ્સિકમ, કઠોળના નાના ટુકડા કરવા પડશે. સાથે પનીર, કાજુ, સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું પાવડર, હળદર પાવડર, આદુ ઝીણું સમારેલું, લસણની ત્રણથી ચાર કળીઓ ઝીણી સમારેલી, તમાલપત્ર, અડધી ચમચી જીરું, ગરમ મસાલો, ધાણા પાવડર, પોણો કપ ફ્રેશ ક્રીમ.
શાક બનાવવા માટે સૌ પ્રથમ કઠોળ, વટાણા, કેપ્સીકમ અને ગાજરના નાના-નાના ટુકડા કરી તેને પાણીમાં નાખીને હલકું પકાવો. પછી તેને પાણીથી નીતારી લો અને બાજુ પર રાખો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને ડુંગળીને આછી સોનેરી થાય ત્યાં સુધી તળો અને પ્લેટમાં રાખો. પછી આ પેનમાં ટામેટા, કાજુ, લસણ અને આદુ નાખીને થોડું ફ્રાય કરો. આ બધી વસ્તુઓને ડુંગળી સાથે મિક્સ કરો અને તેને મિક્સરમાં પીસીને ઝીણી પેસ્ટ બનાવી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું નાંખો. લીલા મરચાં અને તમાલપત્ર પણ ઉમેરો. હવે ટામેટાં. તેલમાં કાજુ અને ડુંગળીની પેસ્ટ ઉમેરીને સાંતળો. મસાલો તેલ છૂટે ત્યાં સુધી મધ્યમ તાપ પર તળો. હવે આ પેસ્ટમાં ગરમ મસાલો, ધાણા પાવડર, લાલ મરચું પાવડર ઉમેરો અને હલાવો.
બધા શાકભાજીને મિક્સ કરીને ફ્રાય કરો. ઢાંકીને થોડીવાર પકાવો. જેથી શાકભાજીની સાથે તમામ મસાલા પણ પાકી જાય. છેલ્લે, ક્રીમ ઉમેરો અને ગરમ પીરસો.