ઈંડામાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે. તેથી ઘણા લોકો તેને ખાવાનું પસંદ કરે છે.મોટાભાગના શિયાળામાં તેને નિયમિતપણે લે છે. પણ જો તમે રોજ બાફેલા ઈંડા કે આમલેટ ખાઈને કંટાળી ગયા હોવ. તો આ વખતે ટ્રાય કરો ચીઝી એગ મસાલા. ઈંડા સાથેની આ શાકની કરી તમને ચોક્કસ ગમશે.એગ મસાલા ચીઝ બનાવવા માટે તમારે છ બાફેલા ઈંડાની જરૂર પડશે. બે ડુંગળી બારીક સમારેલી, એક કપ ટામેટાની પ્યુરી, બે ચમચી ફ્રેશ ક્રીમ, સ્વાદાનુસાર મીઠું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, બે લીલા મરચા, લસણ આદુની પેસ્ટ.એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં લસણ અને લીલા મરચા નાખીને સાંતળો. જ્યાં સુધી લસણ સોનેરી રંગ ના થાય ત્યાં સુધી. પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય એટલે ટામેટાં ઉમેરો અને પકાવો.
રાંધ્યા પછી જ્યારે તે તેલ છોડવા લાગે ત્યારે તેમાં સૂકો મસાલો ઉમેરો. સૌપ્રથમ હળદર પાવડર નાખો. પછી તેની સાથે લાલ મરચું પાવડર અને ગરમ મસાલો ઉમેરો. આ બધાને ત્રણથી ચાર મિનિટ માટે સારી રીતે ફ્રાય કરો. પછી ગેસની આંચ ધીમી કરો અને તેમાં ફ્રેશ ક્રીમ ઉમેરો. છીણેલું ચીઝ પણ ઉમેરો. બધું મિક્સ કરો અને થોડીવાર માટે છોડી દો.બધા મસાલા નાખીને બરાબર મિક્ષ કરી લો. હવે તેમાં તળેલા ઈંડા ઉમેરો. લીલા ધાણાના પાન અને લીલા મરચાથી ગાર્નિશ કરો. એગ ચીઝ મસાલો તૈયાર છે તેને રોટલી અથવા પરાઠા સાથે ગરમાગરમ સર્વ કરો. ચીઝ એગ મસાલો બનાવવામાં વધારે સમય નથી લાગતો.તે ખૂબ ઓછા પ્રયત્નોમાં તૈયાર થઈ જાય છે.