સવારે ચા સાથે નાસ્તો કરવાની બધાને આદત હોય છે. પણ જો ટેસ્ટી નાસ્તો મળી જાય તો મજા પડી જાય ,આમ તો આપણે રોજ હેલ્ધી નાસ્તો કરતાં જ હોઈયે છે પરંતુ ક્યારેક ફરસાણ ખાવાની પણ મજા આવે છે. પરંતુ બહારનો આવો તળેલો નાસ્તો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તેના વિકલ્પ તરીકે તમે ઘરે જીરા-ફૂદીનાની પુરી બનાવી શકો છો. આ પુરી તમે સાંજની ચા સાથે ખાઈ શકો છો.
સામગ્રી
મેંદો – 500 ગ્રામ
મીઠું – જરૂર મુજબ
ઘી – 125 ગ્રામ
ફુદીનો – 500 ગ્રામ
જીરું – 4 ચમચી
રવો – 200 ગ્રામ
તેલ – 2 ચમચી
દૂધ – એક ચમચી
પાણી – જરૂર મુજબ
રીત
સૌથી પહેલા એક બાઉલ લોટ લો. તેમાં ફૂદીનો, ઘી, મીઠું, જીરું નાખીને મિક્સ કરો. હવે કણકમાં પાણી ઉમેરો અને તેને ભેળવો. ત્યાર બાદ તેને 20 મિનિટ માટે સેટ થવા માટે છોડી દો. જ્યારે કણક સેટ થઈ જાય, ત્યારે તેમાંથી પુરી બનાવો. તે ફુલે નહીં તે માટે તેમાં નાના નાના કાણાં કરી અને ગરમ તેલમાં ધીમા તાપે તળો.