નાયલોન પૌવામાંથી ચકરી બનાવવાની રીત
આ રેસિપી જાણી લીધા પછી તમે પણ જાતે જ એકદમ ટેસ્ટ અને ક્રિસ્પી ચકરી બનાવી શકશો. આ ચકરી બનાવવી ઘણી સરળ છે. તો ચાલો આજે જોઈએ કે નાયલોન પૌવાના માંથી ચકરી કેવી રીતે બનાવવી. આમતો આપડે સાબુદાણા ચકરી તો બનાવી એ જ છે પણ આ તમે સાબુદાણા ચકરી ની જેમ સ્ટોર પણ કરી શકો છો
1 મોટો બોવેલ નાયલોન પૌવા
1 ચમચી આદુ – માર્ચ ની પેસ્ટ
સ્વાદ મુજબ મીઠું
1/2 ચમચી ધાણા જીરૂ પાવડર
1/2 ચમચી હળદર
1/2 ચમચી મરચું પાવડર
1/2 ચમચી તલ
તળવા માટે તેલ
ચકરી પાડવા સચો
ચપટી હિંગ
સુકાવા માટે પ્લાસ્ટિક
સૌ પ્રથમ પૌવા ને જરા ધોઈ ને એક બોવેલ માં લઇ લેવા .ત્યારબાદ તેમાં આદુ – માર્ચ ની પેસ્ટ ,હળદર ,મરચું પાવડર ,તલ અને મીઠું નાખી ચકરી માટે લોટ ત્યાર કરી લેવો ..મેં અહીં તેલ નું મોંન નથી નાખ્યું તે છતાં પણ સરસ થશે તમને લાગે તો ઉમેરવુંચકરી ના સચા માં લોટ ઉમેરી એક પ્લાસ્ટિક ઉપર ચકરી નો સેપ આપી બધી ચકરી પાડી લેવી .અને તડકા માં 7-8 કલાક સુકાવા દેવીઆ ચકરી ના બરાબર સુકાય જાય પછી તમે એને ડબ્બા માં સાબુદાણની ચકરી નીજેમ સ્ટોર કરી શકો છો અને જયારે ખાવી હોય ત્યારે તળી ને બાળકો ને આપી શકો છોએક કડાઈ માં તેલ મૂકી ગરમ થઈ જાય એટલે ધીમા આંચ પર તળી લેવી અને ઉપર થી ચાટ મસાલો ભભરાવી સર્વ કરવી અને ચા સાથે મજા માંળી શકો છો