રીંગણનો ઓળો બનાવની રીત
સામગ્રી :
2 નંગ રીંગણ
૪ ચમચી તેલ
3 કપ લીલી ડુંગળી
4 ચમચી લાલ મરચુ
1 વાડકી લીલું લસણ
૧/૨ ચમચી હળદર
સ્વાદાનુસાર મીઠુ
જાણો બનાવવાની રીત :
સૌથી પેહલા રીંગણ ની ઉપર તેલ લગાવી તેને ગેસ પર શેકી લો ત્યારબાદ રીંગણ બરાબર સેકાઈ જાય પછી તેની ઉપર નું પડ નીકાળી લો અને રીંગણનો એક સરખો માવો બનાવી દો પછી એક કડાઈમાં તેલ લઈ થોડું અને તેલ ગરમ થાય એટલે તેમાં લીલું લસણ ઉમેરો લીલું લસણ સાંતળ્યા બાદ એટલે તેમાં લીલી ડુંગરી ઉમેરો અને સ્વાદનુસાર મીઠું ઉમેરો સાથે જ હળદર નાખો અને સાંતળી લો ડુંગરી સતળાઈ જાય એટલે તેમાં રીંગણ નો માવો ઉમેરો અને બરાબર મિક્સ કરી દો અને થોડુંક પાણી નાખો .હવે તેમાં લાલમરચુંનો પાવડર નાખો અને મિક્સ કરો પછી થોડીવાર માટે તેને ચડવા દો. હવે તેને ગાર્નીસિંગ માટે ઉપર કોથમરી ઉમેરો આ સાથે જ ગરમા ગરમ રીંગણનો નો ઓળો બાજરીના રોટલા સાથે સર્વ કરો