ઘરે સમોસા, ભજીયા, પકોઠા, કચોરી, સેન્ડવીચ કે અન્ય કોઈપણ આવી વાનગી બને ત્યારે લીલી ચટણી તો જોઈએ જ… આ ચટણી જો ચટપટી અને ટેસ્ટી ન હોય તો વાનગીનો સ્વાદ પણ ફિક્કો પડી જાય છે. જો કે ઘણી મહિલાઓની સમસ્યા હોય છે કે તેમનાથી ઘરે બજાર જેવી ચટાકેદાર ચટણી બનતી નથી.
તો આજે તમને જણાવીએ કે ઘરે બજાર જેવી જટ ચટણી બનાવવા માટે તેમાં શું ઉમેરી શકાય છે. આ વસ્તુઓ એવી છે જેને ઉમેરવાથી સ્વાદ તો બમણો વધી જ જાશે સાથે જ ચટણીની રંગત પણ ખીલી જાશે.
સામગ્રી
મીડિયમ આકારનું ટામેટું
લીલા ધાણા
પાંચથી છ લસણની કળી
અડધી ચમચી જીરું
આદુનો એક ટુકડો
લીલા મરચાં ત્રણથી ચાર
અડધી ચમચી સંચળ
એક લીંબૂ અને નમક સ્વાદ પ્રમાણે
સીક્રેટ સામગ્રી – લીલી ડુંગળીના પાન, 2 ચમચી સિંગદાણા
રીત
સૌથી પહેલા મગફળીને 30 મિનિટ પાણીમાં પલાળી તેની છાલ કાઢી લેવી. ત્યારબાદ ચટણી માટેની બધી સામગ્રીને મિક્સરમાં સાથે પીસી લેવી. જરૂર જણાય તો થોડું પાણી ઉમેરવું. તૈયાર થઈ જશે બહાર જેવી જ ચટાકેદાર ચટણી.