સામગ્રી
વધેલી રોટલી – 4 થી 5
તેલ – 2 ચમચા
હળદર – ચપટી
લાલ મરચાં પાવડર – 1 ચમચી
મીઠું – ચપટી
મેગી મસાલો – 1 પેકેટ
સોયાસોસ – 1 ચમચી
ચીલીસોસ – 1 ચમચી
વિનેગાર – 1 ચમચી
ડુંગળી – 1 કપ
કેપ્સિકમ – 1 કપ
અમેરિકન મકાઈ – 1 કપ
કોબી – 1 કપ
ગાર્નિશીંગ માટે
તળેલા નૂડલ્સ
ધાણાભાજી
મકાઈના પૌંવા
ચપાટી નૂડલ્સ બનાવવાની રીત
સૌથી પહેલા વધેલી રોટલીના લાંબી સ્ટ્રિપ્સ કાપી લો. ત્યાર બાદ તેને તેલમાં કુરકુરી સાંતળી લો. હવે એક બીજા પેનમાં તેલ નાંખો. તેમાં ડુંગળી, કેપ્સિકમ, અમેરિકન મકાઈ અને કેબેજ બરાબર સાંતળો. વેજીટેબલ ક્રન્ચી જ રાખો. તેમાં હળદર, લાલ મરચું, મેગી મસાલો, મીઠું, સોયાસોસ, વિનેગાર ચીલીસોસ બધું નાખીને બરાબર મિક્ષ કરો. હવે તેમાં રોટલી ઉમેરીને બરાબર હલાવો. સરસ રીતે બધું મિક્સ થાય એટલે સર્વ કરો. સર્વ કરવા માટે એક બાઉલમાં ચપાટી નૂડલ્સ લઈને તેમાં મકાઈના પૌંવા, તળેલા નૂડલ્સ અને કોથમીર ભભરાવી ચપાટી નૂડલ્સની મજા માણો.