રોજ સવારે ચા સાથે ટેસ્ટી નાસ્તો ખાવાનું કોને ના ગમે ,સવારનો નાસ્તો ખુબ જ મહત્વનો હોય છે. સવારના નાસ્તમાં બનતી વાનગી હેલ્ધી હોય તો સોનામાં સુગંધ ભળી જાય છે. ત્યારે આજે તમને હેલ્ધી અને ટેસ્ટી એવી બાજરાના લોટની પુરીની રેસિપી.
સામગ્રી
બાજરાનો લોટ – 1 કપ
મેથીની ભાજી – 1/2 કપ
મીઠું, અજમો – જરૂર મુજબ
આદુ છીણેલું – 1 ચમચી
ધાણા પાવડર – 1 ચમચી
લાલ મરચું પાવડર – 1 ચમચી
હળદર – 1 ચમચી
તેલ – પુરી તળવા માટે
રીત
એક બાઉલમાં તેલ સિવાય બધું મિક્સ કરો. હવે જરૂર મુજબ હુંફાળું પાણી ઉમેરીને લોટ બાંધો. તેને ઢાંકીને 10-15 મિનિટ માટે રહેવા દો. આ પછી આ લોટમાંથી પુરી બનાવો અને ગરમ તેલમાં તળી લો. આ પુરીને ચા, દહીં સાથે સર્વ કરી શકાય છે.