જ્યારે ખાવાની વાત આવે ત્યારે ટેસ્ટ વધારનારા ટમેટા અને ડુંગળી વિના ન તો શાકનો રંગ આવે છે ન તો સોડમ આવે છે કે ન શાક સ્વાદિષ્ટ બની શકે છે, શું તમે ક્યારેય વિચાર્યું છે કે ડુંગળી દરેક શાક માટે શા માટે આટલી જરૂરી છે ?
આપણે જે પણ ખાઈએ છીએ ખાસ રીતે ઘરનું ભોજન અને તેના સેવનનું લક્ષય એક જ હોય કે શરીરને બીમારીઓથી બચાવી રાખવું. હવે શરીરને બીમાર થવાથી બચાવવા માટે વિટામિન્સ, મિનરલ્સ, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ અને લોહતત્વ જેવી ઘણી બધી આવશ્યકતા પડે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે એક ડુંગળીમાં ૧.૨ ગ્રામ પ્રોટીન, ૧૧.૧ કાર્બોહાઈડ્રેટ, ૧૫ મિલિગ્રામ વિટામિન, ૦.૧ ગ્રામ વસા, ૪૬.૯ મિલીગ્રામ કેલ્શ્યમ, ૧૧ મિલીગ્રામ વિટામિન, ૦.૪ ગ્રામ ખનિજ, ૫૦ મિલિગ્રામ ફોસ્ફરસ, ૫૦ મિલિગ્રામ કૅલરી, ૦.૭ મિલીગ્રામ લોહતત્વ, ૮૬.૬ ગ્રામ પાણી મળી રહે છે. જેના કારણે શરીરમાં જઈને ખૂબ જ જરૂરી તત્વોની કમીને તે પૂર્ણ કરે છે ખોરાકમાં, ત્વચા પર પણ તથા વાળ માટે પણ ડુંગળીનો રસ લગાવવાથી શરીરને ઘણો બધો લાભ થાય છે.
ઉનાળામાં મોટા ભાગે બાળકો કે પછી મોટેરાઓ કોઈ જીવડા કે મચ્છર કરડી જાય છે તેના કારણે શરીર પર લાલ ધાબા, બળતરા કે ચકામાં પડી જાય છે એવામાં કોઇ પણ સાધારણ જીવડાના કરવાથી ત્વચા પર ડુંગળીનો રસ લગાડવામાં આવે તો વ્યક્તિને આરામ મળે છે.
ઘણીવાર બાળકોને ગરમીના કારણે નાકમાંથી લોહી વહેવા લાગે છે, એવામાં તેના નાકમાં બે-ત્રણ ટીપા ડુંગળીનો રસ નાખી દો તો બની શકે છે કે લોહી વહેવાનો બંધ થઈ જશે અને આ ઉપાય મોટા લોકો પણ કરી શકે છે પરંતુ નાકના ઓપરેશન કે પછી અન્ય કોઈ સિરિયસ કંડીશનની અંદર આ ઉપાય ન કરવો જોઈએ આ અંગે ડોક્ટરની સલાહ લેવી પણ જરૂરી છે.
કાચી ડુંગળીની સાથે લસ્સી પીવાથી લૂ તમારું કંઈ જ બગાડી ન શકે. લું લાગી પણ જાય તો ડુંગળીનો રસ પીવો કે પછી રસને પગના તળિયા પર લગાડો જેથી તમને ઘણી રાહત મળશે.
૫૦ વર્ષથી વધારે ઉંમર થતાં જ સાંધાના દર્દની સમસ્યા દરેક વ્યક્તિને સતાવે છે, મહિલાઓમાં આ સમસ્યા કેલ્શિયમની ખામીના કારણે જોવા મળે છે, સાંધામાં થતા દર્દમાં રાહત મેળવવા માટે સરસોના તેલમાં થોડા ડુંગળીના રસ મેળવી અને રોજ તેને દુખાવાની જગ્યા પર માલિશ કરો.
ડુંગળી ખાવાથી પેટમાં ગેસ અને કબજિયાતની સમસ્યા રહેતી નથી.
બાળકોને સરદી અને ખાંસી થાય ત્યારે ડુંગળીના રસમાં ૧ ચમચી મધ ભેળવીને લેવાથી તુરંત રાહત થાય છે.
જો ત્વચા પર ખુબજ ખીલ હોય તો ડુંગળીનો રસ કાઢીને ચહેરા પર લગાવો. એવું તમારે ૧૫ દિવસમાં પાંચ વખત કરવાની જરૂર રહે છે. ખીલની સાથે ચહેરાની કરચલીને છુપાવવા માટે પણ ડુંગળીનો રસ લાભકારક નીવડે છે.